જીએસટીના વિરોધ બાદ માંગણી ન સંતોષાય તો સમગ્ર સૌરાષ્ટ્રમા: લડત ચલાવાશે
કાપડ બજાર ઉપર જી.એસ.ટી. લાગુ થવા બદલ રાજકોટના હોલસેલ ટેકસાઇલ વેપારીઓ અને ડીલરો દ્વારા કેન્દ્ર સરકારના કાપડમંત્રી સ્મૃતિ ઇરાની અને નાણામંત્રી અ‚ણ જેટલીને ઉલ્લેખીને વિરોધ સાથે જી.એસ.ટી.માંથી મુકિત આપવા એક લેખીત આવેદન કલેકટરને બપોરે ૧૨ કલાકે આપવામાં આવ્યું હતું.
આ અંગે કાપડ બજાર એસોસીએશન ના પ્રમુખ બીપીનભાઇએ જણાવ્યું હતું કે પ ટકા ટેકસ વસુલવામાં આવશે તો કાપડ બજારના વેપારીઓને નુકશાન વેઠવાનો વારો આવશે માટે જી.એસ.ટી.ના વિરોધ કરીએ છીએ અને તે માટે કાપડ બજાર સજજડ બંધરાખવામાં આવશે.
કાપડ બજારમાં રાજકોટ હબ કહી શકાય છે ત્યારે રાજકોટના કાપડ બજાર વિસ્તારોમાં ગુંદાવાડ ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, ધમેન્દ્રરોડ સહીતના વિસ્તારોમાં આજે સજજડ બંધ પાડવામાં આવ્યો છે. વેપારીઓમાં જી.એસ.ટી. ને લઇ ખુબ રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ કાપડ બજારના વેપારીઓ દ્વારા હળતાલ રાખવામાં આવી છે.
કાપડ બજારના સેક્રેટરી સુરેશભાઇ સયાણીએ જણાવ્યું હતું કે પ ટકા જી.એસ.ટી. દ્વારા વેપારીઓને નુકશાન થાય તેમ હોય આગામી ત્રણ દિવસ હળતાલ રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ કલેકટરને ૧ર વાગ્યે આવેદન આપી આ હળતાલ સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આવેદન અતગત વેપારીઓએ કાપડમાં જી.એસ.ટી. શા માટે ન આવવો જોઇએ ? તે અંગેના મુદ્દાઓની યાદી કલેકટરને સુપ્રત કરી હતી.જે અંતગત કાપડમાં અત્યાર સુધી વેટ અને એકસાઇઝમાં જે પ્રોડકટ ન હતી તેને જીએસટીમાં પણ ન સમાવવી કારણ કે પ્રાથમીક જરુરીયાતો માંડ પુરી કરનારા ટેકસનો ભાર કઇ રીતે વેઠી શકે ? કાપડ ઉઘોગ પડી ભાંગતા હજારો કારીગરોની પણ રોટી છીનવાઇ જશે, જીએસટીની ઇન્યુટ ટેકસ ક્રેડિટ, પ્લેસ ઓફ સપ્લાઇ સહીતની રોજબરોજની માહીતી ભરવાની સમસ્યા જટીલ છે. તથા જીએસટી દ્વારા વેપારીનો વહીવટી ખર્ચ વધી શકે છે, કાયદાકીય ગુચવળો ઉભી થશે, માલનો સ્ટોક છ મહીનામાં વેૈંચી નાખવાની જોગવાઇ સહીતના કારણો દ્વારા વેપારીઓને પડનારી મુશ્કેલીનું વર્ણન કરવામાં આવ્યું હતું. અાવેદનના અંતે સરકાર દ્વારા જીએસટીમાંથી કાપડ ઉઘોગને હટાવવામાં આવે તો ઓલ ઇન્ડિયા જીએસટી સમીતી દ્વારા ચાલતા આંદોલનની શ્રેણીમાં રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કાપડ મહાજનોના ટેકા દ્વારા સળંગ લડત ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.