મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના આદેશ બાદ આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઇન રોડ અને યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોકથી આકાશવાણી ચોક સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 26 સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા ઓટલા, છાપરા, જાળી સહિતના દબાણો દૂર કરી 303 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના આદેશ બાદ વન વીક,
વન રોડ ઝુંબેશ શરૂ: છાપરા, ઓટલા અને જાળી સહિતના દબાણો દૂર કરાયાં
આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં સોમનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી, નેશનલ ચાઇનીઝ એન્ડ પંજાબી, જય જલારામ નાસ્તા એન્ડ રેસ્ટોરન્ટ, આશાપુરા પાન, નકળંગ ટી સ્ટોલ, લક્કી મોબાઇલ, નાગબાઇ નાસ્તા હાઉસ, બજરંગ પાન, રથરાજ પાણીપુરી, બહુચરાજી ફરસાણ, ચામુંડા ફરસાણ, માધવ ડિલક્સ, હની પ્લાસ્ટીક, મહાવીર ફરસાણ, હર ભોલે ફરસાણ, નિલકંઠ બેકરી, મંગલમ મોટર્સ, બાલાજી ફરસાણ, ઉમા સાયકલ, સાગર ઓટો, પટેલ ઓટો, ઠાકરધણી ઓમ ચાઇનીઝ અને શાંતિ હાઇટ્સમાં માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
હવેથી દર મંગળવારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ 11 વેપારીઓ દંડાયા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા આજે વન વીક વન રોડ અંતર્ગત ના પુષ્કરધામ રોડ ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા અને ગંદકી કરવા સબબ 11 આસામીઓ પાસેથી 4.5 કિલો પ્રતિબધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ અને રૂ. 5,500/-ની વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો જયારે
બાંધકામ,વોટરવર્કસ,ડ્રેનેજ શાખા દ્રારા પેવિંગ બ્લોક રીપેરિંગ,ડ્રેનેજ મેનહોલ રીપેરિંગ, ડ્રેનેજ મેન હોલ સફાઇ , પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ અને , રબ્બીશ ઉપાડવાનુ કામ કરવામા આવ્યું હતું.
બિનહરીફ દાબેલીમાંથી અખાદ્ય સામગ્રી મળી આવી
વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પુષ્કરધામ રોડ તથા ભગતસિંહ ગાર્ડન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.9 કિ.ગ્રા. વાસી-અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. 8 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
બિન હરીફ – 4 કિ.ગ્રા.વાસી બટેટાનો મસાલો તથા બાફેલ બટેટાનો નાશ કરવામાં આવ્યો તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આદર્શ ગ્રુપ 22 પેરેલલ રેસ્ટો. -2 કિ.ગ્રા. વાસી બાફેલ શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો.આન્નપુર્ણા ડાઈનિગ હોલ 3 કિ.ગ્રા. વાસી તૈયાર શાકનો નાશ કરવામાં આવ્યો તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા નોટિસ અપાય હતી,કાફે ડે કોમીડા -3 લી. ચોકલેટ-ફ્રૂટસોસ નાશ કરવામાં આવ્યો તથા લાઇસન્સ અંગે નોટિસ, ધનશ્યામ લાઈવ કેક લાઇસન્સ મેળવવા,ચોકો બાઇટ કેક શોપને લાઇસન્સ મેળવવા,વિનસ પાન -લાઇસન્સ અંગે,દ્વારકેશ હોટલ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
10 બિલ્ડીંગઓને ફાયર એનઓસી રીન્યુ કરવા નોટિસ
વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ (આકાશવાણી ચોક થી કાલાવડ રોડ) પર 5 હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, 5 – કોમર્શિયલ બિલ્ડિંગ,1 સ્કુલ અને 1 કલાસીસ સહીત 12 બિલ્ડિંગમાં ફાયર એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી કરી અને 10 બિલ્ડિંગને એન ઓ સી રીન્યુઅલ કરવા અંગે નોટીસ આપવામાં આવી હતી.