રિપોર્ટ વોટ્સઅપ અથવા ઈમેલ દ્વારા પહોંચાડવામાં આવશે
અબતક, રાજકોટ: કલાસીક પેથોલોજી લેબારેટ્રીનું સાધુવાસવાણી રોડ પર ઓપનીંગ કરવામાં આવ્યું છે. જેમાં નવી ટેકનોલોજી અને ગ્રાહકને પોસાઈ તેવા વ્યાજબી ભાવે રીપોર્ટની સુવિધા ડો.ઈસીતા કેલ્વીન વૈષ્લાણી દ્વારા હોમ કલેકશનની સુવિધા એકસ્ટ્રા ચાર્જ વિના અધ્ધતન નવી ટેકનોલોજી સુવિધાથી ભરપુર લેબની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદધ્યેશ દર્દી અથવા દર્દીના સ્વજનોને લેબોરેટ્રીના પગથીયા ચડવા નો પડે તે માટે હોમડીલેવરી કલેકશન તેમજ રિપોર્ટ વોટસઅપ અથવા ઈમેલ દ્વારા પહોંચાડવામાં આવે છે.
મેડિકલ ફીલ્ડમાં રિપોર્ટને ખુબ જ મહત્ત્વ આપવામાં આવે છે: ડો.કેલવીન વૈષલાણી (ડી.એન.બી. ઓથોપેડીક)
હાલ જલારામ હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલમાં મારી ફરજ બજાવું છું કોઈપણ મેડીકલ ફિલ્ડમાં રીપોર્ટને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. એનું કારણ રીપોર્ટથી પાકુ જજમેન્ટ મેળવી શકાય છે તે ઉપરાંત ચોક્કસ નિદાન કરવામાં આવે છે પહેલા જે તે સમયે પેથોલોજી લેબમાં સુવિધા ઓછી હતી. અને અત્યારનાં આધુનિક સમયમાં રીપોર્ટ અને નવી ટેકનોલોજી દ્વારા નિદાન ચોક્કસ તથા સરળતાથી શકય બન્યા છે.
રાહતદરે બધા રીપોર્ટની સુવિધા ઉપલબ્ધ ડો.ઈશિતા વૈષલાણી (એમ.ડી.પેથોલોજી)
કલાસીક લેબારેટરીનું ઓપનીંગ કરવામાં આવ્યું છે જેમાં રાહત દરે દર્દીને બધા જ રિપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે ઉપરાંત હોમડિલેવરી કલેકશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી અને રિપોર્ટની જાણ વોટસઅપ અથવા ઈમેલ દ્વારા પણ કરીએ છીએ જેથી કરી દર્દી અથવા દર્દીના સગાને આવવાની જરૂર પડતી નથી.