હિરાસરમાં નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. જે સંદર્ભે જિલ્લાના અધિકારીઓ પણ ત્યાં હાજરી આપવાના છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે એરપોર્ટ પર પોલીસનું મીડિયા સાથે ઘર્ષણ થયું હતું.
મીડિયાકર્મી અહીં પહોંચ્યા કેવી રીતે તેમ કહી મીડિયા સાથે પોલીસનું થયું ઘર્ષણ. હીરાસર એરપોર્ટ પર મુખ્યમંત્રીની મુલાકાતને કવરેજ કરવા માટે આવેલા બધા જ મીડિયા કર્મીઓને પોલીસે વાનમાં બેસાડ્યા. પોલીસના ગેરવર્તન બાદ પત્રકારોએ મુખ્યમંત્રીને રજુઆત કરી.
ઘટનાસ્થળે રાજુભાઈ ધ્રુવ, DCP પ્રવીણકુમાર મીણા સહિતના પોલીસ કર્મીઓએ ઉપસ્થિત હતા. પોલીસ અને મીડિયા વચ્ચેની બબાલ બાદ મીડિયાકર્મીને પોલીસ દ્વારા ડીટેઈન કરવાની ધમકી અપાઈ તેવા આક્ષેપ પત્રકારો દ્વારા કરવામાં આવ્યા છે. CM ભુપેન્દ્ર પટેલ પત્રકારો સાથે ગેરવર્તન બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું જે થયું તેના બદલ હું દિલગીર છું,આવુ બીજી વાર નહીં થાય