રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટનાઓ બનવા પામી છે ત્યારે આજે જંગલેશ્વર વિસ્તારમાં સાળા બનેવી વચ્ચે ઝઘડો થયા બાદ બંને એકબીજા પર લાકડી અને લોખંડના પાઇપ વડે તૂટી પડ્યા હતા. જેમાં બંનેને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પતિ ઘર ખર્ચના પૈસા ન આપતો હોય જે બાબતે બહેને પોતાના ભાઈને વાત કરતા બાદમાં મારામારી થઈ હતી.
પતિ ઘર ખર્ચના પૈસા ન આપતો હોય તે બાબતે પતિને ભાઈને વાત કરતા કર્યો હુમલો : બંનેને ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં રહેતા ચંદ્રપ્રકાશ શારદાપ્રકાશ યાદવ(ઉ.વ 26) અને જંગલેશ્વર નજીક બાપુનગરમાં રહેતા ચંદ્રભાન રામબહન યાદવ(ઉ.વ 27) બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચંદ્રપ્રકાશે જણાવ્યું હતું કે, રાત્રિના દસેક વાગ્યા આસપાસ અહીં શાકમાર્કેટ પાસે તેના સાળા ચંદ્રભાને તેની સાથે ઝઘડો કરી તેના પર પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે સામાપક્ષે ચંદ્રભાને જણાવ્યું હતું કે, તેના બનેવી ચંદ્રપ્રકાશે તેના પર લાકડી વડે હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી.
જ્યારે તપાસમાં જાણવા મળ્યું છે કે સાળા બનેવી બંને મજૂરી કામ કરે છે. ચંદ્રપ્રકાશ ઘર ખર્ચના પૈસા આપતો ન હોય જે બાબતે તેની પત્નીએ પોતાના ભાઈ ચંદ્રભાનને આ બાબતે વાત કરતા ચંદ્રભાને બનેવીને આ બાબતે પૂછતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો થતાં બંને એકબીજા પર લાકડી અને તૂટી પડ્યા હતા. આમ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંનેના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.