રાજકોટમાં ગઈકાલ મોડી રાત્રીના જામનગર રોડ પર શેઠ નગર પર સામે બે પક્ષો વચ્ચે ડખો થતા આસપાસના રહીશો દ્વારા ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા એક પીસીઆર વન મોકલવામાં આવી હતી. જ્યારે આ પીસીઆર વન ત્યાં પહોંચતા તેના પર આ જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતા તાત્કાલિક વધુ બે પીસીઆર ઘટના સ્થળે મોકલવામાં આવી હતી જેમાં એક પીસીઆર માં ગાંધીગ્રામ પીઆઇ વસાવા પર ઘટના સ્થળે ગયા હતા. અને આ બંને જૂથ પર લાઠીચાર્જ કરવામાં આવતા આ જૂથ અંધારાનો સહારો લઇ તેમાં ભાગી ગયા હતા અને ફરી પોલીસ પર પથ્થર મારો કર્યો હતો જેમાં આ પથ્થર મારામાં પીઆઇ વસાવા અને એક હોમગાર્ડને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવ પગલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજકોટ રહેતા પરિવારને જામનગરના પરિવાર સાથે અગાઉ બકરીના બચ્ચાને કચડી નાખવાના મુદ્દે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી જામનગરથી બર શખ્સો રાજકોટ ઘસી આવ્યા હતા અને પરિવાર પર હુમલો કરી તેમના ઝૂપડામાં તોડફોડ કરી હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર રાજકોટમાં જામનગર રોડ પર આવેલ શેઠનગર સોસાયટી સામેના ઝુપડામાં રહેતા નિર્મલભાઇ દિનેશભાઈ જખાણીયા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જામનગર ખાતે રહેતા તેમના કુટુંબિક સગા લખુભાઈ સાડમીયા, શૈલેષભાઈ વાજેલીયા,આયદાનભાઈ વાજેલીયા,રાહુલભાઈ સાડમીયા,ગગજીભાઈ વાજેલીયા,વિક્રમભાઈ સાડમીયા,વિનુભાઈ સાડીયા,કરમશીભાઇ વાજેલીયાતથા,હેમંતભાઇ સાડમીયા,મુન્નાભાઇ વાજેલીયા અને લાભુભાઇ વાજેલીયાના નામો આપ્યા હતા.
ઈક્કો કાર રીવસસમાં લેતા બકરો ચગદાતા જામનગરથી ઘસી આવેલા ૧૨ શખ્સોએ શેઠનગરમાં પરિવાર પર હુમલો કરી ઝૂપડામાં તોડફોડ કરતા પરિસ્થિતિ વણસી’તી
ગાંધીગ્રામ પોલીસે બંનેની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી તમામ સામે ફરજ રુકાવટ અલગથી ગુનો નોધી ચારની ધરપકડ કરી
જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ રિક્ષા ડ્રાઈવિંગનું કામકાજ કરે છે ગઈ કાલ રાત્રિના રીક્ષા ચલાવી તેવો પોતાના ઘરે પરત ગયા હતા ત્યારે તેના ઘરે તમામ આરોપીઓ તેની પત્ની અને પુત્ર સાથે રક્ષાબંધન સમયે જામનગરમાં બકરીના બચ્ચાને કચડી નાખવાના મુદ્દે થયેલા ઝઘડા નો ખાર રાખી માથાકૂટ કરી રહ્યા હતા. અને બોલાચાલી કર્યા બાદ તેમના પર ધોકાભાઈ પડે હુમલો ભરી તેમના ઝૂંપડામાં તોડફોડ કરી ચોપડાનો સામાન બહાર ફેંકી દેતો હતો. જ્યારે આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ તમામ આરોપીઓ દ્વારા પોલીસ સ્ટાફ પર ધોકા પડે હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી ગાંધીગ્રામ પોલીસે નિર્મલભાઇની ફરિયાદ પરથી 12 સામે ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજા પક્ષ દ્વારા જામનગર ખાતે રહેતા લખુભાઈ અલુભાઈ સાડમિયા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં નિર્મલભાઇ જખાણીયા અને સુનિલ જખાણીયા નું નામ આપવામાં આવ્યું હતું. જય માતાજી જણાવ્યું હતું કે બે માસ પહેલા રક્ષાબંધનના દિવસે નિર્મલભાઇ અને તેનો પરિવાર જામનગર ખાતે આવ્યો હતો ત્યારે તેમના પુત્ર વિક્રમ દ્વારા ઈકો ગાડી દિવસ લેતા સમયે બકરીનું બચ્ચું ગચડી નાખવામાં આવ્યું હતું. જેની માથાકૂટ છે તે સમયે થઈ હતી જે બાબતે તેઓ તેની 11 લોકો સાથે રાજકોટ નિર્મલભાઇ ના પરિવાર સાથે સમાધાન કરવા માટે આવ્યા હતા પરંતુ તેમના દ્વારા ચાલી કરી માથાકૂટ કરતા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસે આ ફરિયાદ પરથી બે સામે ગુનો નોંધ્યો છે.
જ્યારે આ બંને પક્ષો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવતા હોમગાર્ડ મુકેશભાઈ રામસીંગભાઇ મકકા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બાર સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને કંટ્રોલમાંથી જામનગર રોડ પર ઝઘડો થયા હોવાની જાણ થતા તેઓ પીસીઆર લઈને ઘટના સ્થળે પીઆઇ એમજી વસાવાને લઈને ગયા હતા અને તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા આ મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં આરોપીઓ દ્વારા પોલીસને જોઈ જતા તેના પર ધોકા વડે હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં પીઆઇ વસાવા અને હોમગાર્ડ મુકેશભાઈને ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ચાર શખ્સોની ધરપકડ કરી અન્ય ની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.