રાજકોટના દર્દીઓ માટે હૃદય રૂપ સમાન સિવિલ હોસ્પિટલમાં એક દિવસની અંદર હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગ કે છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ બનાવી દેવામાં આવી છે તેમાં ટૂંક સમયની અંદર ઓપન હાર્ટ સર્જરી શરૂ કરવામાં આવશે તેવું તબીબી અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં દર્દીઓ માટે સુવિધાઓ વધારવા માટે પણ જે તે વિભાગના વડા સાથે આજે બેઠક યોજવામાં આવી છે.
તબીબી અધિક્ષકે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના વડાઓ સાથે દર્દીઓ માટેની સુવિધાઓ વધારવા બેઠક યોજી
ચીનની રહસ્યમય બીમારીની સાવચેતીના ભાગરૂપે જરુરી સુવિધાઓને ઉપલબ્ધ કરાવવા આવતીકાલે તમામ વિભાગો સાથે તબીબી અધિક્ષક મીટીંગ કરશે
વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ એસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા જેવી કે ન્યુરોલોજીસ,પ્લાસ્ટિક સર્જરી,એન્ડોગ્રાફી અને ગેસ્ટ્રોલોજી જેવી સુવિધાઓની ઓપીડીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે આ સુવિધાઓમાં વધારો કઈ પ્રકારથી અને કેવી રીતે કરવો તે માટે આજે સિવિલ હોસ્પિટલના તબીબી અધિકક્ષક દ્વારા જે તે વિભાગના વડા સાથે બપોરના સમયે મીટીંગ યોજવામાં આવી હતી જે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટૂંક સમયની અંદર જ ઓપન હાર્ટ સર્જરી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવશે. જ્યારે આ શરૂ થયેલી સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ઘટ ન થાય અને વધુ સુવિધાઓ કેમ વધારવી તે માટે પણ વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી.
તે ઉપરાંત બાળકોના કારિયોલોજીસમાં પણ કેવી રીતે વધારો કરવો અને દર્દીઓને અહીંથી બીજી હોસ્પિટલમાં રીફર ન કરવા પડે તે માટે પણ સુવિધાઓને વધારો આપવા માટે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. જ્યારે તબીબી અધિક્ષક દ્વારા અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સુપર સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગમાં ટૂંક સમયની અંદર ઓપન હાર્ટ સર્જરી પણ શરૂ કરી દેવામાં આવશે જેને લઇ પણ હાલ સરકારમાં વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.
તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુચના બાદ ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારે કહ્યું કે, હાલ દેશમા આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ગુજરાતની હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, એચ આર, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. પીએસએ અને ઓક્સિજન પ્લાન્ટટ કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. તેમજ ફાયર સેફ્ટી અને ઈન્સ્ટ્રુમેન્ટ સેફ્ટી ઓડિટ કરવા તેમજ વેંટીલેટર, પીપીઈ કીટ વગેરે ઉપલબ્ધ રાખવા સુચના અપાઈ છે. જેના સંદર્ભે સિવિલ હોસ્પિટલમાં આવતીકાલે વિસ્તૃત મીટીંગ તમામ વડાઓ સાથે તબીબી અધિક્ષક દ્વારા યોજવામાં આવી છે.