પાર્કિંગના મુદ્દે એસ.આઈએ ઇન્ચાર્જને ગાળો આપતા બઘડાટી બોલી
એસ.આઈ પીધેલા હોવાની શંકાએ પોલીસ મેડિકલ તપાસ કરાવી આગળની કાયૅવાહી કરશે
શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આજરોજ બપોરના સમયે નો પાર્કિંગમાં વાહન રાખવા મુદ્દે કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર વિજય મુંડ અને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઇઝર એ. ડી.જાડેજા (નિવૃત્ત પી.આઇ) વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. આ બનાવની જાણ પ્ર.નગર પોલીસ ને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને બંનેને પોલીસ થાણે લાવવામાં આવ્યા હતા.જેમાં બંનેને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.પરંતુ સેનેટરી ઇન્સ્પેક્ટર વિજય મુંડ ચાલુ ફરજ પર પીધેલી હાલતમાં હોવાનું શંકા થતા પોલીસે પ્રથમ તેનું મેડિકલ કરાવી આગળની કાયૅવાહી હાથધરી છે.
સૌરાષ્ટ્રના લોકો માટે હૃદય સમાન ગણાતા રાજકોટના સિવિલ હોસ્પિટલ ની અંદર દરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે જ્યારે તેઓના વાહન વ્યવસ્થિત અને કોઈને અડચણરૂપ ન બને તે માટે પાર્કિંગ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ની અંદર ૬૦થી ૭૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. પરંતુ પાર્કિંગની અવાર નવાર સમસ્યા બનતી રહે છે.જેથી આજે તબીબી અધિક્ષકની પાર્કિંગ વ્યવસ્થિત રાખવા હોવાની સૂચનાથી સિક્યુરિટીનો સ્ટાફ ઉંધે માથે લાગ્યો હતો.
ત્યારે આજે બપોરના ૧ વાગ્યાની આસપાસ ત્યાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિજય મુંડ પોતાનું વાહન લઇને આવ્યા હતા.અને તે વાહન તેને ઓપીડી બિલ્ડીંગ ની સામે નો – પાર્કિંગમાં રાખતો હતો ત્યારે તેને ત્યાં ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડએ વાહન પાર્ક કરવાની ના પડતા ઉશ્કેરાઈ તેને ગાળો આપી હતી.જેથી તે ગાર્ડ તેને સિક્યુરિટી ઇન્ચાર્જને એ. ડી.જાડેજા (નિવૃત્ત પી.આઇ)ને જાણ કરતા તેઓ ત્યાં તુરંત જ દોડી આવ્યા હતા અને એસ.આઇ ને તે બાબતે સમજાવ્યા હતા પરંતુ એસ.આઇ તેને ભૂંડી ગાળો આપતા બંને વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી
મારામારી થતાં સાથે જ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.જેમાં આ બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં પોલીસ સ્ટાફ તુરંત જ હોસ્પિટલ ને દોડી ગયો હતો .અને બંનેને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા જ્યાં બંને સામસામે ફરિયાદ કરવા નું જણાવ્યું હતું જેમાં પોલીસને ઇન્સ્પેક્ટર વિજય મુંડ પોતાની ચાલુ ફરજે પીધેલી હાલતમાં હોવની શંકા થતા તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની કામગીરી હાથ ધરી છે. જેથી તે બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરાશે.પરંતુ જોવાનું તે રહ્યું જો પોલીસને ઇન્સ્પેક્ટર વિજય પીધેલી હાલતમાં હોવાનું ભર આવશે તો શું કોર્પોરેશન દ્વારા તેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ?
ઉલેખનિય છે કે,તબીબી અધિક્ષક દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સિક્યુરિટી સ્ટાફને આજે જ સૂચના આપવામાં આવી છે જેથી સિક્યુરિટી સ્ટાફ કામે લાગ્યો હતો.