જાન્યુઆરી માસમાં મોતનો સિલસિલો યથાવત: છ દિવસમાં ૧૭ નવજાત શિશુએ દમ તોડયો
રાજકોટ સિવીલ હોસ્૫િટલમાં કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં નવજાત શિશુના બાળકોના મોતનો સિલ સિલો યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં વધુ ચાર બાળકોના જીવન દિપ બુઝાયા હતો. જયારે માત્ર જાન્યુઆરી માસના છ દિવસમાં કુલ ૧૭ બાળકોએ દમ તોડયાનું સામે આવતા હોસ્૫િટલ તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. તબીબી અધિક્ષક અને કે.ટી. સી. હેડ દ્વારા સરકાર આંકડા આપવાની ના કહિ બચાવ કરવામાં આવી રહ્યો છે. જયારે વધુ ચાર નવજાત શિશુએ જીવનની બાજી હારી હતી. જયારે નવજાત શિશુના મોતથી ગભરાયેલા પ૦ થી વધુ પરિવારો પોતાના બાળકોની સારવાર માટે સિવીલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલ તરફ વળી રહ્યાં છે.
રાજસ્થાન કોટામાં બાળકોના મૃત્યુના પડઘા રાજકોટ સુધી પહોચ્યા ત્યારે રાજકોટ-અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં માત્ર એક જ માસમાં ૧૯૯ નવજાત શિશુ બાળકોના મોત નિપજયાનો ચોકાવનારો આંકડો સામે આવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સાથે અગ્રણીઓએ હોસ્પિટલ સામે ધરાણા માંડયા હતા. સાથે રાજસ્થાન કોટામાં બાળકોના મૃત્યુ કરતાં રાજકોટ સીવીલ હોસ્૫િટલમાં બાળકોના મૃત્યુ પ્રમાણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
માત્ર એક જ વર્ષમાં રાજકોટ હોસ્પિટલમાં ૧૨૩૫ નવજાત શિશુ બાળકોના મૃત્યુ થયાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. દર માસના પ્રમાણમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ પણ વધતુ જોવા મળી રહ્યું છે. જયારે માત્ર ડીસેમ્બર માસમાં જ કુલ ૧૩૪ બાળકોના મોત નિપજયાના આંકડાઓ સામે આવી રહ્યા છે.
બાળકોના મૃત્યુનુ પ્રમાણ સામે આવતાની સાથે જ એક સાથે પ૦ થી વધુ પરિવારજનોએ પોતાના નવજાત શિશુની સારવાર માટે સીવીલ હોસ્પિટલમાંથી રજા લઇ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૦ ની શરુઆતના હજુ માત્ર ગણતરીના દિવસો પસાર થયા છે ત્યારે માત્ર છ જ દિવસમાં રાજકોટ સિવિલ હોસ્૫િટલમાં ૧૭ નવજાત શિશુના મોત નિપજયાનું સામે આવી રહ્યું છે. જયારે માત્ર ગઇકાલે એક જ દિવસમાં વધુ ચાર બાળકોના મોત નિપજયાનું પણ સામે આવી રહ્યું છે. બાળકોના મૃત્યુ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા આંકડાઓ છુપાવામાં આવી રહ્યા છે. જયારે કે.ટી. સી. વિભાગ પાસે એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવાઇ છે.
પી.ડી.યુ. સિવીલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતા પાસે જયારે દાખલ થયેલા ક્રેસ, ડામા થયેલા કેસ અને અમદાવાદ રીફર કરવામાં આવેલા કેસના આંકડાઓ વિશે પૃષ્ટી કરતા ગાંધીનગરથી જ આંકડાઓ આપવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત નિજપતા કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબો, સ્ટાફ અને સુવિધાઓનો પણ અભાવ હોવાનું સામે આવ્યું હતું. કરોડોની ગ્રાન્ટ મળતી હોવા છતાં પણ સુવિધાઓના અભાવના કારણે નવજાત શિશુ બાળકોના જીવનદિપ બુજાવાથી અનેક પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે.
જયારે આજરોજ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. માત્ર ર૪ કલાકમાં જ વધુ ચાર બાળકોના મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે ત્યારે માત્ર જાન્યુઆરીમાં જ કુલ ૧૭ બાળકોના મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે.