ઉનાળાની શ‚આત થતાં જ રોગચાળાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. હાલમાં લોકોમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ સૌથી વધુ નોંધાઇ રહ્યું છે. સીવીલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોનાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પાણીજન્ય રોગો માત્ર પછાત વિસ્તારોમાં જ નહીં પરંતુ તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. એક તરફ ગરમીનો પારો વધતો જઇ રહ્યો છે. તો બીજી તરફ પાણીજન્ય રોગોનો ભરડો પણ મજબુત બન્યો હોવાથી પરેશાનીમાં વધારો થયો છે.
આવા સમયે લોકોએ જે તે સ્થળોએથી પાણી પીવાનું ટાળવું જોઇએ. ઘરમાં પણ પાણી ઉકાળીને પીવું તેમજ સાફ સફાઇ પ્રત્યે ખાસ ઘ્યાન રાખવું જ‚રી છે.
મોટાભાગે પાણીજન્ય રોગો ચોમાસામાં જોવા મળે છે. પરંતુ ઉનાળાના તાપમાં પણ કમળા, ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટી, કોલેરા સહીતના રોગોએ માથુ ઉચકતા તંત્ર સજાગ બન્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદમાં પણ પાણીજન્ય રોગોમાં ખાસો વધારો નોંધાયો છે.
આ અંગે માહીતી આપતા સીવીલ હોસ્૫િટલમાં પ્રેકટીસ કરતાં કામદાર કોલેજ ઓફ નર્સીગના વિઘાર્થીની ચાવડા સ્નેહલ જણાવ્યું હતું કે, અત્યારે પાણીજન્ય રોગોમાં ડાયેરીયા, ઉલ્ટી, તાવ અન કમળા જેવા રોગોના કેસ નોંધાય છે. સીવીલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દરરોજના ૮૦ થી ૧૦૦ જેટલા દર્દીઓ આવે છે. ઉનાળાની ઋતુ હોવાથી આ પ્રકારના રોગોમાં વધારો નોંધાયો છે.
દર્દીઓ જે પ્રમાણે રીકવર થાય તે પ્રમાણે તેને રજા આપવામાં આવે છે. સામાન્ય રીતે ર થી ૩ દિવસ બાદ રજા આપવામાં આવે છે. તે દિવસો દરમ્યાન સીવીલ હોસ્૫િટલના ડોકટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે છે.