સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અંદાજે 4 હજારથી વધુ દર્દીઓ ઓપીડી સારવાર લેવા આવે છે. ત્યારે દર્દીઓની દવા બારીએ થતી ભીડ અંગે જાત મહિતી મેળવવા માટે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ સરપ્રાઇઝ કર્યુ હતું. સિવિલ હોસ્પિટલના દવા બારી અને સિક્યુરિટી સ્ટાફને જરુરી સુચના આપી હતી. સિવિલ હોસ્પિટલનું હેલ્પ ડેસ્ક ડિઝિટલ બનાવવાનું તેઓએ જાહેર કર્યુ છે.
ઓપીડી વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ: દવા બારી પર લાંબી લાઇન અને દર્દીઓને થતી હાલાકી અંગે જાત માહિતી મેળવી
દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરી મદદરૂપ થવા સિકયુરિટીને સુચના આપી
સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરુ કર્યા બાદ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના આવતા અભણ દર્દીઓને મહત્વની સમયસર મદદ મળી રહે છે. આ ઉપરાંત હેલ્પ ડેસ્કનો સ્ટાફ જે દર્દીના કોઇ સગા-સબંંધી નથી તેવા બીનવારસી અને લાવારીશ દર્દીઓની પોતાના પરિવારના સભ્યની જેમ સેવા અને સારવાર કરાવૈ છે. હેલ્પ ડેસ્કને ટૂંક સમયમાં જ ડિઝીટલ બનાવવાથી દર્દીની તમામ હીસ્ટ્રી સરળતાથી મળી રહે અને તેમની જરુરી સારવારમાં ઝડપ થઇ શકશે તેમ તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં દરરરોડ 4000 જેટલા દર્દીઓ ઓપીડી સારવાર લેવા આવતા હોવાથી મોટી ભીડ થતી હોવાની ઉઠેલી ફરિયાદ અંગે જાત માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલની દવા બારી તેમજ ઓપીડી વિભાગનું તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું. દર્દીઓને સરળતાથી દવા મળી રહે તે માટે દવા બારી પર સ્ટાફ વધારવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો. તેમજ દવાના સ્ટોક અંગે પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત વોટર ફિલ્ટર અને સાફ સફાઇ અંગેના કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું.
દવા બારી અને ઓપીડી વિભાગના સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન સિવિલ હોસ્પિટલના સિકયુરિટી સ્ટાફને પણ દર્દીઓને મદદરુપ થવા અને દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરવા સુચના આપી હતી.
આભા (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડ શું છે?
આભા કાર્ડ (એ.બી.એચ.એ ) એવું ડિજિટલ કાર્ડ છે જેમાં દર્દીના તમામ મેડિકલ રેકોર્ડ સાચવી શકાય છે.તે કાર્ડમાં દર્દી ક્યારે બીમાર થયા, ક્યાં ડોક્ટરને બતાવ્યા, કયા ટેસ્ટ કરાવવા જોઈએ, કઈ દવા ચાલુ છે વગેરે પ્રકારની દર્દીની હેલથને લગતી બધી માહિતી હશે.આભા કાર્ડમાં દર્દીના મેડિકલ રિપોર્ટ્સ, દવાની સ્લિપ, બ્લડ ગ્રુપની માહિતી, ડોક્ટરની માહિતી વગેરે આ ડિજિટલ કાર્ડમાં હશે.