અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપીને સફળતા મળ્યા બાદ રાજ્યમાં અમલી બનાવાશે: ટ્રાન્સફ્યુઝન માટે મેડિકલ તબીબોની ટીમને તાલીમ અપાશે
કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું પ્લાઝમાં અલગ પાડીને તે કોરોના વાઈરસના અન્ય દરદીઓને ચઢાવીને તેને સાજા કરવાની છૂટ આપવાવા મામલે ગુજરાત સરકારને લિલી ઝંડી મળી છે.હવે કોરોના વાઈરસના ચેપને કારણે ગંભીર બીમાર પડેલા દર્દીને તેનાથી સાજા કરી શકાશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓ પર પ્લાઝમાંનો પ્રથમ પ્રયોગ કરવામાં આવશે. જો સફળ નીવડશે તો રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં કોરના વાઇરસના દર્દીઓ પર કામગીરી શરૂ કરવા માટે આવશે તેવું આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ સિવિલના ડો.કમલેશ ઉપાધ્યાયએ આઇસીએમઆરને દરખાસ્ત મોકલાવી હતી. હવે દરખાસ્તને મંજૂરી મળતા ગુજરાતમાં પણ કોરોના વાઈરસના દરદીઓ પર તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના માટે સારા થયેલા દર્દીઓનું લોહી જ સીધું દર્દીઓને આપીને તેમને સાજા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કમલેશ પટેલના વડપણ હેઠળ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનની દરેક કામગીરી પર નજર રાખશે.
આ ઉપરાંત પ્લાઝમા થેરાપીને ટેકનિકલ ભાષામાં કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. આ સારવારનો ઉદ્દેશ સાજી થયેલી વ્યક્તિને પ્રાપ્ત થયેલી પ્રતિકાર શક્તિનો ઉપયોગ બિમાર વ્યક્તિની સારવાર માટે કરવાનો છે. ભારતમાં આ પ્રકારના સંશોધન માટે માન્યતા આપતી ટોચની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) તરફથી શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીને આ નવતર પ્રકારની સારવારનુ સંશોધન હાથ ધરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે સાજા થઈ ગયેલા દરદીઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છીએ. તેમને બ્લડ ડોનેટ કરવા માટે અન તેનાથી અન્ય દરદીઓને મળનારા જીવતદાન અંગે સમજણ આપીશું. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ કોરોના વાઈરસની ગંભીર બીમારીનો ભોગ બનેલા લોકોને યાદી તૈયાર કરીને તેમને સ્વૈચ્ચાએ રક્તદાન કરવા માટે સમજાવશે.
આ દરદીનું લોહી લેતા પૂર્વે તેને એચઆઈવી એઈડ્સ, હેપિટાઈટીસ બી અને હેપિટાઈટિસ સીની બીમારી છે કે નહિ તેની ચકાસણી કરી લઈશું. ત્યારબાદ જ તે દરદીનું લોહી લઈશું. ત્યારબાદ તેમનું લોહી લઈને તેમાંથી પ્લાઝમા અલગ તારવી લેશં. આ પ્લાઝમાં નવા દરદીને આપતા પૂર્વે તેને પણ તેનો ખ્લાય આપીશું. તેની મંજૂરી લઈને જ પ્લાઝમાં આપવામાં આવશે.
આ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા નક્કી કરવામાં
આવેલા પ્રોટેોકોલની એકેએક શરતનું પાલન કરીને જ
આ કામગીરી અમે આગળ ધપાવીશું.
એન્ટીબોડીઝ શું છે?
એન્ટીબોડીઝ એ સૂક્ષ્મ જીવાણુ (ળશભજ્ઞિબય) મારફતે લાગતા ચેપનો સામનો કરતાં પ્રથમ હરોળનાં રોગ પ્રતિકારકો છે. તે ચોક્કસ પ્રકારનાં પ્રોટીન છે કે જેમાં બી લિમ્ફોસાયટસ નામે ઓળખાતા રોગ પ્રતિકારક કોષો ધરાવે છે. જ્યારે આ કોષો નોવેલ કોરોનાવાયરસ જેવા હુમલાખોરનો સામનો કરે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ રોગ પેદા કરતા દરેક હૂમલાખોર (પેથોજન) નો સામનો કરી શકે તેવા એન્ટીબોડીઝ તૈયાર કરે છે. એક ચોક્કસ એન્ટીબોડી અને તેનો પાર્ટનર વાયરસ એક બીજા માટે જ બનેલાં હોય છે.
કોરોનાના વાઈરસ વ્યક્તિના શરીરમાંના હિમોગ્લોબિનના કણ પર એટેક કરે છે. રક્તકણમાના હિમ પર ચોંટી જાય છે. તેને પરિણામે ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા ખોરવાય છે.
કોરોના વાઈરસનો ચેપ લાગ્ય પાછી ૧૦થી ૧૨ દિવસ બાદ તેના લેવામાં આવેલા છેલ્લા બે રિપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા હોવા જોઈએ. આ કેટેગરીમાં આવતા દરદીઓ જ પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન માટે તેમનું લોહી આપી સકે છે. તેમને ચેપ લાગ્યાના ૧૮થી ૨૮ દિવસ બાદ તેઓ લોહી આપે તો વધુ અસરકારક ગણાય છે.
કેરળમાં પ્લાઝમા ટ્રીટમેન્ટ માધ્યમથી વેન્ટિલેટર પર જીવનમરણનો જંગ ખેલી રહેલા દર્દીઓ સાજા થયા હોવાનો સફળ પ્રયોગ થયો છે. આજ ટ્રીટમેન્ટ ગુજરાતમાં પણ શરૂ કરવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
શું આ થેરાપી અસરકારક છે?
બેકટેરીયાથી લાગતા ચેપનો સામનો કરવા માટે આપણી પાસે અસરકારક એન્ટીબાયોટિક્સ છે. આમ છતાં આપણી પાસે અસરકારક એન્ટીવાયરલ્સ નથી. જ્યારે પણ કોઈ નવો વાયરલ આવી પડે છે ત્યારે તેની સારવાર થઈ શકે તેવું કોઈ ઔષધ આપણી પાસે હોતું નથી. આ અગાઉ પણ ભૂતકાળમાં વાયરસ પ્રસરતાં કોનવેલેસન્ટ-સિરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯-૨૦૧૦ ના ઇં૧ગ૧ ઈન્ફ્લુએન્ઝા વાયરસથી રોગચાળો ફાટી નિકળ્યો ત્યારે પણ ઘનિષ્ઠ સારવાર માગી લેતાં ચેપી પેસીવ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેસીવ એન્ટીબોડી સારવારથી ક્લિનિકલ સુધારો થયેલો જોવા મળ્યો હતો. વાયરલનો બોજો ઓછો થયો હતો અને મૃત્યુ દર પણ ઘટ્યો હતો. આ સારવાર પ્રક્રિયા વર્ષ ૨૦૧૮માં ઈબોલા ફાટી નિકળ્યો ત્યારે પણ ઉપયોગી બની હતી.
કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી શું છે?
જ્યારે નોવેલ કોરોનાવાયરસ જેવા રોગ પેદા કરતા (પેથોજન) નો ચેપ લાગે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડીઝ પેદા કરે છે. આ એન્ટીબોડીઝ પોલિસના કૂતરાની જેમ શરીરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચીને હુમલો કરનાર વાયરસની ઓળખ કરીને પકડી પાડે છે, જ્યારે લોહીના શ્વેતકણો હુમલાખોર વાયયરસને નાબૂદ કરીને ચેપ દૂર કરે છે. જે રીતે લોહી ચડાવવામાં બને છે તેમ સાજા થયેલા દર્દીના શરીરમાં ફેલાઈને એન્ટીબોડીઝ મેળવે છે અને તેને બિમાર વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે. એન્ટીબોડીની સહાય વડે રોગ પ્રતિકાર પદ્ધતિ વાયરસનો મજબૂત સામનો કરે છે.
સારવાર કેવી રીતે આપવામાં આવે છે?
કોરોનાવાયરસની બિમારીમાંથી સાજા થયેલી વ્યક્તિનું લોહી મેળવવામાં આવે છે. આ લોહીમાંથી વાયરસને નિષ્ક્રિય કરી દે તેવાં એન્ટીબોડીઝ ધરાવતા પ્રવાહીને અલગ કરીને તેની ચકાસણી કરવામાં આવે છે. ચેપી રોગમાંથી સાજી થયેલી વ્યક્તિના લોહીમાંથી અને ખાસ કરીને (ચેપ પેદા કરતા ) પેથોજનનો સામનો કરી શકે તેવા એન્ટીબોડીઝ પ્રચૂર માત્રામાં ધરાવતો હોય તેવા દર્દીના લોહીમાંથી અલગ કરીને મેળવવામાં આવેલા આ પ્રવાહી (સીરમ)ને કોનવેલસેન્ટ સિરમ તરીકે ઓળખવામાં આવે છે. બિમાર વ્યક્તિમાં આડકતરી રીતે (પેસીવ) પ્રતિકાર શક્તિ પેદા થાય છે. ઇન્ડિયા સાયન્સ વાયર સાથેની વાતચીતમાં ડો. કિશોર જણાવે છે કે બિમાર વ્યક્તિને બ્લડ સિરમ મેળવીને આપવામાં આવે તે પહેલાં સંભવિત રક્તદાતાની તપાસ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો સાજી થયેલી વ્યક્તિનો સ્વેબ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ તથા સંભવિત રકત દાતા સાજો થયેલો જાહેર કરાવો જોઈએ. સાજી થયેલી વ્યક્તિએ તે પછી બે સપ્તાહ સુધી રાહ જોવાની રહે છે અથવા તો ૨૮ દિવસ સુધી સંભવિત દાતામાં રોગનાં કોઈ ચિન્હો દેખાવા જોઈએ નહી આ બંને બાબતો ફરજીયાત છે.