બાળકોનો ઉત્સાહ અમને સારું કાર્ય કરવા પ્રેરે છે : ગીરિશભાઇ દેવળીયા
સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. આયોજિત ‘૨૩’માં નિ:શૂલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયેલો હતો. કેમ્પમાં ભાગ લેનાર દરેક તાલીર્માીને મનોરમ્ય સર્ટીફીકેટ એનાયત કરાયું હતું.
સીએ. ગીરિશભાઇ દેવળીયાએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘સતત ‘૨૩’ વર્ષી સફળતાી ચાલતો નિ:શૂલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પમાં આપણા સહુ માટે એક સિમાચિન્હ્‚પી બની રહ્યો છે. આ કેમ્પનાં નાના-નાના ભૂલકાઓી માંડીને મોટા બાળકો સુધીના સહુ કોઇ અમારા માટે ઉત્સાહ વધારનાર અને સારુ કાર્ય કરવાની પ્રેરણા આપનાર બની રહ્યા છે. આ કેમ્પની જેમ બેન્કની દરેક પ્રવૃતિમાં આપ ભાગ લો અને જીવનનાં દરેક તબક્કે સફળ બનો એવી શુભકામના પાઠવું છું. આ તકે કેમ્પમાં સેવા આપનાર સાી ડિરેકટરોનો, બેન્કનાં કર્મચારીગણનો, સર્વે કોચીસનો અને ખાસ તો વાલીગણ કે જે સવારે વહેલા ઉઠીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત એક માસ સુધી ભોગ આપ્યો છે તે સહુનો આભાર વ્યકત કર્યો હતો.
આ સમાપન સમારોહમાં સીએ. ગીરીશભાઇ દેવળીયા, જીમ્મીભાઇ દક્ષીણી, સુનિલભાઇ રાઠોડ, હરકિશનભાઇ ભટ્ટ, લલિતભાઇ વડેરીયા, પ્રશાંતભાઇ વાણી, કૌશિકભાઇ અઢીયા, નંદિતાબેન અઢીયા, હરીશભાઇ શાહ અને કિરીટભાઇ કાનાબાર, ઉમેદભાઇ જાની નિલેશભાઇ શાહ, નયનભાઇ ટાંક, બિતેશભાઇ ટાંક, રાજુભાઇ બામટા, દિલીપભાઇ જાદવ, ઇમ્તીયાઝભાઇ ખોખર, ભરતભાઇ કુંવરીયા, પ્રદિપસિંહ જાડેજા, રાહુલભાઇ માંકડ, વાલીગણ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે બોર્ડ ઓફ ડિરેકટર ઉપરાંત કિશોરભાઇ મુંગલપરા, મનસુખભાઇ ગજેરા, જયંતભાઇ રાવલ, ગુણવંતભાઇ ભટ્ટ, અલ્પેશભાઇ જોબનપુત્રા, ઝરીયાભાઇ, પ્રદિપભાઇ સરવૈયા, વગેરેએ પણ વિશેષ જહેમત ઉઠાવી હતી.