પછાત વિસ્તારના તમામ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી

વ્રજ ગ્રુપના સભ્ય જયભાઈ ભટ્ટ તથા માધુરીબેન ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંક અને વ્રજ ગ્રુપ દ્વારા શિવશક્તિ પ્રા.શાળા નં.૯૨, યુનિ.રોડ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતો. જેમાં પછાત વિસ્તારના અભ્યાસ કરતા તમામ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિસાવદરના મુળ સ્વયંસેવક અને પૂર્વ કાર્યવાહ અને બીએસએનએલના રીટાયર્ડ ઓફિસર હર્ષદભાઈ મહેતા તથા આચાર્ય હંસાબેન પંડયા, રતિલાલભાઈ કેસુર, એસએમસી અધ્યક્ષ વેલુભા જાડેજા, ભાવનાબેન, બિનાબેન, કુસુમબેન મહેતા સહિતના આગેવાનો ઉપસ્તિ રહી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.

આ પ્રસંગે સંસ સભ્ય જયભાઈ ભટ્ટે સહુનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વ્રજ ગ્રુપ પછાત વિસ્તારના બાળકોમાં શિક્ષણમાં જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જ્ઞાનને ઉજાગર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ઉપરાંત ઝુંપડપટ્ટીના બાળકોને જ્ઞાનલક્ષી પુસ્તકોને વાંચન પ્રવૃતિ શરૂ કરવામાં આવેલ છે. સંસ દ્વારા પોઝીટીવ બાળકો માટે તેમને મદદરૂપ થઈ શકાય તે હેતુી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રસંગે વિસાવદરના આરએસએસના પૂર્વ કાર્યવાહ અને તાલાલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હર્ષદભાઈ મહેતાએ બાળકોને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, સરકારે ગુણવત્તાયુકત શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે કે.જી.થી માંડીને પી.જી. સુધીનું સુદ્રઢ માળખુ ઉભુ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવની સરાહના કરતા જણાવ્યું હતું કે, આવા નૂતન કાર્યક્રમો થકી બાળકોને કેળવણીમાં પ્રોત્સાહન મળતા દેશના ભાવી પેઢીનું ઉજ્જવળ ઘડતર શકય બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વ્યાપ અને ગુણવત્તામાં વધારો થયો છે. બાળકો ખુબ જ ભણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

બાળકોને એજ્યુકેશન કીટ વિતરણમાં રાજકોટ નાગરિક સહકારી બેંક ચેરમેન નલીનભાઈ વસા, વા.ચેરમેન જીવણભાઈ પટેલ, ડી.કે.સખીયા, માધવભાઈ દવે, હર્ષદભાઈ મહેતા, અમરીશભાઈ વ્યાસ, સુરેશભાઈ ચાવડા, રમાબેન હેરભા, બીપીનભાઈ રેલીયા, ધીરૂભાઈ મકવાણા, જયેશભાઈ પારેખે સ્કૂલ બેગ, વોટરબેગ, લંચ બોક્ષ, કંપાસ, ફૂટપટ્ટી, રબ્બર, સંચો, દેશી હિસાબ સહિત સંપૂર્ણ કીટ આપવામાં તેઓનો સહયોગ પ્રાપ્ત યો હતો.

આ પ્રસંગે રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રા.ના.સ.બેંકના ચેરમેન નલીનભાઈ વસાએ શુભ સંદેશો પાઠતવા જણાવ્યું હતું કે, શિક્ષણએ સમાજની ધરી છે. વિધ્યાર્થીઓમાં લેખન-ગણન ઉપચારાત્મક વૃદ્ધિ ખુબ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી બાળકો ખુબ પ્રગતિ કરે તેવી આશિષ આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વ્યોમભાઈ વ્યાસ, શાળાના આચાર્ય હંસાબેન પંડયા તા શિક્ષક ગણ તેમજ કર્મચારી ગણે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.