રાજકોટ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અબતક મીડિયા હાઉસના મોંઘેરા મહેમાન બન્યા હતા.અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાને તેમના જન્મદિન નિમિત્તે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
શિસ્તના આગ્રહી ,1995ની બેચના ઈંઙજ અધિકારી રાજુ ભાર્ગવે રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ટૂંક સમયમાં જ અનેક ગુન્હેગારોને ’ભાન’ ભૂલાવ્યું છે.પહેલી શરૂઆત પોતાના જ ઘરથી કરવી, તે વિચાર સાથે સૌ પ્રથમ પોલીસ ડિપાર્ટમેન્ટમાજ ડિસીપ્લીન આવે તે માટે ગેરશિસ્ત આચરતા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક હાથે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ડો.સુધીરકુમાર દેસાઈ,ડીસીપી પ્રવિનકુમાર મીણા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી.વી.બસિયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જય ધોળા , એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં એકજુટ બની કામ કરી રહ્યા છે.
પોલીસ ડિપાર્ટમેન્ટ ટેકનોલોજીથી સજ્જ બનતો જાય છે ત્યારે વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીની ફરિયાદ લોકો સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનના માધ્યમથી કરે તે પણ અનુરોધ પોલીસ કમિશ્નરે રાજકોટની જનતાને કર્યો છે. વધુમાં પોલીસ કમિશનરે શહેરની જનતાને કોઈપણ મુશ્કેલી હોય તુરંત ર્કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.