ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને શહેર પોલીસ ટીમના કપ્તાન બી.ટી.ગોહિલે 64 બોલમાં 11 ચોકા સાથે 59 રન ફટકારી અમદાવાદ ટીમની બે મહત્વની વિકેટ ઝડપતા મેન ઓફ ધ મેચ જાહેર કરાયા
અમદાવાદની ટીમને 55 રને હરાવી રાજકોટ શહેર પોલીસની ભવ્ય જીત: 14 એપ્રિલે અમદાવાદના એસજીવીપી મેદાન વડોદરા સામે ફાઇનલ મેચ રમાશે
રાજયના જુદા જુદા શહેરના પોલીસની ક્રિકેટ ટીમ વચ્ચે દર વર્ષે યોજાતા ડી.જી.કપની સેમી ફાઇનલ રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે અમદાવાદ શહેર અને રાજકોટ સિટી પોલીસ વચ્ચે યોજાય હતી. અમદાવાદ સિટી પોલીસની ટીમ સામે રાજકોટ સિટી પોલીસની ટીમનો 55 રને ભવ્ય વિજય થયો છે. તા.14 એપ્રિલે અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડમાં રાજકોટ શહેર પોલીસ અને વડોદરા પોલીસની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદ સામેના મેચમાં રાજકોટ સિટી પોલીસ ટીમના કપ્તાન અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી.ગોહિલે 64 બોલમાં 11 ચોકાની મદદથી 59 બનાવ્યા હતા.
તેમજ તેઓએ સાત ઓવરમાં 29 રન આપી અમદાવાદ સિટી પોલીસ ટીમની મહત્વની બે વિકેટ ઝડપી લેતા બી.ટી.ગોહિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રાજકોટ પોલીસ અને અમદાવાદ સીટી પોલીસ વચ્ચે સેમી ફાઈનલ યોજાઈ હતી જેમાં રાજકોટ પોલીસે 50 ઓવરમાં 247 રન ટકાર્યા હતા જેમાં ડીસીબી પીઆઈ અને કેપ્ટન બી ટી ગોહિલએ 59, પુષ્પરાજ પરમારએ 58, મેસુર આહીરએ 31, સત્યજીતસિહ ઝાલાએ 30 રન કર્યા હતા 248 રનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલ અમદાવાદ સીટી પોલીસ વતી નિર્ભયએ 61, મહેન્દ્રભાઈએ 42 રન કર્યા હતા પરંતુ રાજકોટ પોલીસની ધુંઆધાર બોલિંગ સામે અમદાવાદના ખેલાડીઓ વધુ ટકી શક્યા ન હતા અને 192 રનમાં ટીમ ઓલઆઉટ થઇ ગઈ હતી રાજકોટ પોલીસ વતી સુભાસ ઘોઘારી અને કિશન કુંગશીયાએ 3-3 અને બી ટી ગોહિલ તથા સૌકત ખોરમએ 2-2 વિકેટ લીધી હતી બી ટી ગોહિલ 59 રન અને બે વિકેટ સાથે મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા આગામી 15 તારીખે બરોડા સીટી સામે અમદાવાદ એસજીવીપી મેદાન ખાતે ફાઈનલ મેચ રમાશે.
રાજકોટ સિટી પોલીસ ટીમમાં નિર્ભય ભુનેચરે 95 બોલમાં 61 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોકા ફટકાર્યા હતા. બી.ટી. ગોહિલે 64 બોલમાં 11 ચોકા મારી 59 રન બનાવ્યા હતા. પુષ્પરાજસિંહ પરમારે 87 બોલમાં ચાર ચોકાની મદદથી 58 રન બનાવ્યા હતા. જ્યારે રાજકોટ શહેર પોલીસ ટીમના બોલરોના પર્ફોમન્સમાં સુભાષ ઘોઘારીએ પાંચ ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. કિશન કુંગશીયાએ સાત ઓવરમાં 27 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમના કપ્તાન બી.ટી.ગોહિલે સાત ઓવરમાં 29 રન આપી બે વિકેટ લીધી હતી. જ્યારે શૌકત ખોરમે દસ ઓવરમાં 35 રન આપી બે વિકેટ ઝડપી હતી. ઓલરાઉન્ડર દેવાખ કરવા બદલ કપ્તાન બી.ટી.ગોહિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે.