રાજયમાં પોલીસ દ્વારા જુદી જુદી ગેમ માટે ડીજી કપ રમાડવામાં આવે છે. હોકી ટૂનામેન્ટમાં રાજકોટ શહેર પોલીસ ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બની છે. રાજકોટ શહેર પોલીસની ક્રિકેટ ટીમ ઘણી વખત ચેમ્પીયન બની છે તા.૨૫ ફેબ્રુઆરીથી તા.૧૩ માર્ચ સુધી પોલીસની દસ ટીમ વચ્ચે લીંગ મેચ રમવામાં આવી હતી રાજકોટ પોલીસની હોકી ટીમ તમામ લીંગ મેચ ઉપરાંત સેમી ફાઇનલ અને વડોદરા ખાતે યોજાયેલા ફાઇનલમાં સુદર દેખાવ કરી ચેમ્પીયન બનતા પોલીસની હોકી ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિ મોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયા સહિતના સ્ટાફે અભિનંદ પાઠવી પ્રોત્સાહીત કર્યા હતા. વડોદરાની ટીમ સામે ફાઇનલ મેચમાં રાજકોટ શહેર પોલીસ હોકી ટીમના પુષ્પરાજસિંહ જાડેજા, આશિષ દવે અને યશ ગોંડલીયાએ એક એક ગોલ કર્યા હતા. સમગ્ર મેચ દરમિયાન સારા પર્ફમન્સ બદલ મરેશ સાટીયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.
ડીજી કપ હોકી ટૂર્નામેન્ટમાં રાજકોટ શહેર પોલીસ ટીમ ચેમ્પિયન બની
Previous Articleરાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસો. દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો
Next Article “ઉંઘ ન જાણે ઓટલો, ભુખ ન જાણે રોટલો