રાજકોટ શહેરમાં શાંતિ, સલામતી જળવાય રહે તેવા આશયથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ભગવાનશ્રી દ્વારકાધીશ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવેલું છે. ભારત દેશના સનાતન ધર્મના ચાર પ્રમુખ ઘામ માંથી એક ઘામ એટલે દેવભુમી દ્વારકા જીલ્લામાં આવેલ ભગવાનશ્રી દ્વારકાધીશનુ મંદિર છે જે એક પ્રાચીન મંદિર છે જેયા હિન્દુ ધર્મના લોકોની ખુબજ આસ્થા જોડાયેલી છે તેમજ પ્રમુખ ધાર્મીક સ્થળમાંનુ એક છે.
ભગવાનશ્રી દ્વારકાધીશ નીજ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે ધ્વજારોહણ પુજનનુ વીશેષ મહત્વ રહે છે આ ધજા હંમેશા પશ્ચીમ થી પુર્વ દિશા તરફ લહેરાય છે જે ધજા પર ગજની હોય છે જે ધજામાં સુર્ય તથા ચંદ્રના પ્રતિક ચિન્હો હોય છે નીજ મંદિર ખાતે દિવસમાં પાંચ વાર ધ્વજારોહણ અબોટી જ્ઞાતિના બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરી ધજા ચઢાવવામાં આવે છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરમાં શાંતિ, સલામતી રહે રાજકોટ શહેરના નાગરીકો કોરોના મહામારી ફેલાયેલ હોય તે સમયે સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ આશયથી ભગવાનશ્રી દ્વારાકાધીશ મંદીર ખાતે ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ તા.23/08/2021 ના સોમવારના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા ભગવાનશ્રી દ્વારકાધીશ નીજ મંદિર ખાતે પર ગજની ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ.
જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-2 ખાસ ઉપસ્થીત રહેલ હતા તેમજ રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવી તથા રાજકોટ શહેર પોલીસ પરિવારના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતા ભગવાનશ્રી દ્વારકાધીશ નીજ મંદિર ખાતે ચડાવવામાં આવેલ પર ગજની ધ્વજાનુ શાસ્ત્રોકવીધીથી પુજન કરી નીજ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ.
આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા ભગવાનશ્રી દ્વારકાધીશ સર્વની રક્ષા કરે છે તેમના નીજ મંદિર ખાતે આવી ધ્વજા ચડાવી આશીર્વાદ માંગવામાં આવેલ કે રાજકોટ શહેર પોલીસ રાજકોટ શહેરની જાહેર જનતાની સારીરીતે સેવા કરી શકે રાજકોટ શહેરમાં શાંતી, સુરક્ષા તથા સેવા આપવા વધુ પ્રયત્નશીલ બને તેમજ રાજકોટ શહેર વધુ સેફ સીટી તરીકે વીકસે તેમજ રાજ્યના માન. મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાત ફકત ભારતનુ ગ્રોથ એન્જીન નથી પરંતુ સમગ્ર દુનિયામાં ગુજરાત રાજ્ય આગળ વધી રહેલ છે એમાં રાજકોટમાં શાંતિ સલામતી રહે અને રાજકોટ શહેર રાજમણી તરીકે આગળ વધે અને દુનિયામાં તેની નોંધ લેવામાં આવે તેવી કામના ભગવાનશ્રી દ્વારકાધીશ ને કરવામાં આવેલ હતી.