રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે એક ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 3 આરોપી વિરુદ્ધ 302ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ 3 આરોપી જૂનાગઢથી ફરાર થઈ ગયા હતા, જૂનાગઢ પોલીસે આ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
આ ત્રણ આરોપી વિશેની બાતમી રાજકોટ પોલીસને મળી હતી. માહિતી મુજબ આરોપીઓ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે આવેલા પરિન ફર્નિચર પાછળ આવકાર રેસીડેન્સીમાં છુપાયેલા હતા. આ ખબર મળતા જ DCP મનોહરસિંહ જાડેજાએ તેના નેતૃત્વ હેઠળ ટીમો ત્યાર કરી હતી.
બાતમીદારે આપેલા એડ્રસ પર અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાનું મિશન હાથ ધર્યું. આરોપીઓ પોલીસને આવતા જોઈ ભાગવા લાગ્યા, ત્યારે પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી ત્રણેય આરોપીને પકડીયા. રાજકોટ પોલીસ સ્ટેશનની ત્રણ ટીમે ફિલ્મી ઢબે પૂરો પ્લાન કરી આરોપીઓને પકડીયા તે બદલ તેમને બિરદાવમાં આવ્યા.
પોલીસ કમિશનર મનોજ અર્ગવાલ દ્વારા આરોપીઓને પકડી પરનાર ટીમોને સન્માન પ્રમાણપત્રો તેમજ તમામ કર્મચારીઓને 3000 રોકડુ ઇનામ આપવામાં આવ્યું.