રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીને આશિર્વાદ પાઠવ્યા
ગુજરાતના હાઇકોર્ટના એડવોકેટ મિત કાકડીયાના લગ્ન રાજકોટ શહેરમાં રંગેચંગે સંપન્ન થયા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ ઉપસ્થિતને કારણે કાકડીયા પરિવારના આનંદમાં ઉમેરો થયો હતો.ગુજરાત રાજ્યના રાજ્યપાલ ખાસ વિમાનમા પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.21 નવેમ્બરના રોજ કણકોટ રોડ પર આવેલ કાર્નિવલ પાર્ટી પ્લોટમા ટઈંઙ અને VVIP મહેમાનોનો જમાવડો જોવા મળ્યો હતો.
યુવા એડવોકેટ મિત કાકડીયાને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.રાજ્યના નાણા અગ્રસચિવ જે.પી.ગુપ્તા વરરાજા મિતના પિતા વરિષ્ઠ અધિકારી ડો.ધીરજ કાકડીયાની મિત્રતા નિભાવવા 3 કલાક સુધી લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા અને રાજ્યપાલ સાથે ભોજન પણ લીધું હતું.
રાજ્યના શિક્ષણ કમિશ્નર સતીષ પટેલે ક્ધયાની વિદાય સુધી હાજર રહીને પારિવારિક સબંધ જાળવ્યો હતો.મિત કાકડીયાના લગ્ન સમારંભમાં 9 જિલ્લાના કલેક્ટરો, 6 કમિશ્નરો, 4 સચિવો તેમજ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ હાજર રહી લગ્ન સમારંભને વધુ દિપાવ્યો હતો.ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલે પણ મોંઘેરી હાજરી આપી હતી.
અનેક VVIP ની હાજરી છતાં લગ્ન સમારંભ સાદગી પૂર્ણ યોજાયો
ચિ.મિત સંગ ચિ. પ્રિયાના લગ્ન સમારંભમાં અનેક VVIPની હાજરી હોવા છતાં ખુબજ સાદગીપૂર્ણ ભક્તિમય માહોલમાં લગ્ન સમારંભ સંપન્ન થયો હતો.એડ્વોકેટ મિત કાકડીયા તેમજ ચિ.પ્રિયા વૈષ્ણવ બંન્ને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ હોવાથી લગ્ન સમારંભમાં બોલિવૂડ ગીતો, ફટાણા ને બદલે સંતોના ભજન-કીર્તન રાખવામાં આવ્યા હતા.આચાર્ય દેવવ્રત આવું વાતાવરણ જોઇને ખુશ થયા હતા.રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તેમજ એસપી બલરામ મીણાએ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.