શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખની જવાબદારી અલ્પેશ સાધરીયાને સોપાઇ
દેશભરમાં કોંગ્રેસનું સંગઠન અને યુવા પાંખને મજબૂત બનાવવા કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં યુવક કોંગ્રેસની આંતરિક ઢબે ચુંટણી થઇ રહી છે. ગુજરાતમાં યોજાયેલી ચુંટણીમાં પ્રદેશ મહામંત્રી તરીકે આદિત્યસિંહ ગોહીલ અને રાજકોટ શહેર યુવકના પ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ સાધરીયાની વરણી કરવામાં આવી હતી.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શહેર જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો જયદીપ મકવાણા, નીલરાજ ખાચર, શક્તિસિંહ પરમાર, અક્ષાંશ ગોસ્વામી, હિરલબા રાઠોડ, હિમાંશુ સોલંકી, આરીફ પઠાણ, નિરવ કિયાડા, અર્ષિલ મગશિ, રવિ જીતિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિચારધારાનો પક્ષ છે.
દેશના રાજકારણ અને લોકસેવામાં વધુને વધુ યુવાનો જોડાય અને લોકતંત્ર વધુ સુદ્રઢ બને તે માટે કોંગ્રેસ ક્યારેય હોદ્ાઓની લ્હાણીમાં મામકાવાર ચલાવતી જ નથી. અન્ય પક્ષોનું નામ લીધા વિના જણાવ્યું હતું કે ટીફીન, જલ્સા અને લાગવગથી હોદ્ા આપવામાં કોંગ્રેસ માનતી નથી. આથી જ કોંગ્રેસ સક્ષમ યુવાનોને તક આપે છે.
આ ઉપરાંત વિધાનસભા-70માં ચેતન ભારડીયા, જયદિપસિંહ જાડેજા, 69માં સિધ્ધાર્થ વાઘેલા, કિશનસિંહ જાડેજા, સોહિલ જરીયા, ઇમરાન સિપાઇની વરણી કરવામાં આવી છે. જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અલ્પેશ સાધરિયા, ઉપપ્રમુખ રમેશ ભારાય, ગ્રામ્ય વિધાનસભા ઉપપ્રમુખ દિપક કારેલીયા, ઉપપ્રમુખ જયદેવ જલુ, મહામંત્રી રાજન જાદવ, ધોરાજી વિધાનસભા પ્રમુખ સિધ્ધાર્થ ભેટારીયા, જસદણ વિધાનસભા પ્રમુખ વિનુભાઇ મેણીયા, જેતપુર વિધાનસભા પ્રમુખ નિતીનભાઇ મકવાણા, ગોંડલ વિધાનસભા પ્રમુખ સહદેવસિંહ ઝાલા ચુંટાયા હતાં.
આ ચુંટણીમાં માર્ગદર્શન તરીકે ડો.રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, મુકુંદભાઇ ટાંક, મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ વાઘેલા, વૈશાલીબેન શિંદે, યોગિતાબેન વડોલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. યુવા આગેવાનોએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસ શહેર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકપ્રશ્ર્નોના ઉકેલ માટે લોક લડત ચલાવશે. નાગરિકોના પાયાના પ્રશ્ર્નો અને પ્રાથમિક સુવિધાઓ માટે તંત્રને જગાડવા માટે જરૂર પડે તો જગત આંદોલન કરવામાં આવશે.
શહેરના યુવાનોને ફિઝીકલ તૈયારીઓ માટે મેદાનની ઉપલબ્ધિ જરૂરી: હરપાલસિંહ જાડેજા
શહેર યુવા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી જેના શિરે મુકવામાં આવી છે તે હરપાલસિંહ જાડેજાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે રાજકોટનો વિકાસ કેવો ગણવો અત્યારે શહેરના યુવાનોને પોલીસ ભરતી કે કોઇપણ શારીરીક ક્ષમતાના વિકાસ માટે જરૂરી તૈયારી માટે એકપણ મેદાન નથી. જે મેદાન છે તેમાં પણ ગમે ત્યારે કબ્જો થઇ જાય. રાજકોટ શહેરમાં સારૂં ગ્રાઉન્ડ જરૂરી છે.
ટ્રાફિક સમસ્યા અને નાગરિકોની હાડમારી ઉકેલવાની નેમ
શહેર યુવા કોંગ્રેસના નવનિયુક્ત હોદ્ેદારોએ પ્રાયોરિટીના કામમાં શહેરની ટ્રાફીક સમસ્યાના ઉકેલ પર ભાર મૂકી ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બને અને નાગરિકોને ટ્રાફિક વોર્ડન અને જવાબદારો દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે તે નહીં ચલાવાઇ લેવાય આ માટે યુથ કોંગ્રેસ હંમેશા જાગતું રહેશે તેવો મત આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.