શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન અને કાર્યકર્તા બેઠક યોજાઈ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા બેઠક યોજાઈ હતી તેમજ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, તેમજ તમામ શ્રેણીના આગેવાનો-કાર્યકરો તેમજ ઉમેદવારો, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાલ મહાનગરપાલિકાની ચુંટણીમાં જે જનાદેશ મળ્યો છે તેમજ લોકોએ કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો મુક્યો છે અને પક્ષને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ હતાશ કે નિરાશ થયા વગર જ લોકોપયોગી કામો કરવા તેમજ લોક પ્રશ્નોને વાચા આપવા ખડેપગે રહેવા અને ચૂંટાયેલા કોર્પોરેટર કરતા પણ વધુ કામ કરવા કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોલ આપ્યો હતો તેમજ વધુમાં વધુ લોકોના કામ કરવા તેવી હાકલ કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ બુથના જનમીત્રો, સેક્ટર સંયોજકો, પોલીંગ એજન્ટ-રિલીવર, સહિતના નાનામાં નાના કાર્યકર્તાઓ સહિતના કોંગ્રેસ પક્ષ પરિવારના સભ્યો હતાશા ન રાખે અને આ વાતાવરણમાંથી બહાર આવે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહમિલન કાર્યકર્મ યોજી ફરીથી કામે પુરા જોમથી વળગવા માટે સ્નેહમિલન અને કાર્યકર્તા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, નાથાભાઈ કિયાડા, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, મેઘજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સભાયા, અશોકસિંહ વાઘેલા, જીજ્ઞેશ જોશી, સુરેશભાઈ બથવાર, રાજદીપસિંહ જાડેજા, મુલેશભાઈ ચાવડા, જયપાલસિંહ રાઠોડ, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, પૂર્વ કોર્પોરેટરશ્રી અતુલભાઈ રાજાણી, અરવિંદભાઈ ભેસાણીયા, વસંતબેન માલવી, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, રસીલાબેન સુરેશભાઈ ગરેયા, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, મનોજ ગેડિયા, ડો.અમિત ભટ્ટ, દુશ્યન્તભાઈ ગોહેલ, સલીમભાઈ કારીયાણી, યુસુફભાઈ સોપારી, તુષારભાઈ દવે, ગોરધનભાઈ મોરવાડિયા, કેતનભાઈ જરીયા, દિનેશભાઈ પટોળીયા, કેતન તાળા, જગદીશભાઈ સખીયા, બીજલ ચાવડીયા, નારણભાઈ હીરપરા, દાનાભાઈ હુંબલ, હરપાલસિંહ, હરદીપ પરમાર, આશિષસિંહ વાઢેર, રામભાઈ જીલરીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, હર્ષદભાઈ વઘેરા, અંકુર માવાણી, અમિતભાઈ રવાણી, વૈશાલીબેન પડાયા, સવિતાબેન શ્રીમાળી, વિશાલ દોંગા, મનસુખ વેકરીયા, અભિષેક તાળા, ડી.બી. ગોહિલ, મિરાજ પટેલ, નીલેશભાઈ વિરાણી, પ્રકાશભાઈ વેજપરા, સુરજભાઈ ડેર, રોહિતસિંહ રાજપૂત, કનકસિંહ જાડેજા, નીલેશભાઈ ભાલોડી, પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, રવજીભાઈ ખીમસુરીયા, આદિત્યસિંહ, રવિભાઈ વેકરીયા, હરેશભાઈ ડોડીયા, ઇકબાલભાઈ, નરેશભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર, રોહિતભાઈ માલા, વશરામભાઈ ચાંદ્પા, હીરાભાઈ પરમાર, અમનભાઈ ગોહેલ, પરેશભાઈ સોલંકી, ભીખાભાઈ ગજેરા, સુરેશભાઈ ગરૈયા, બાબુભાઈ ઠેબા, રસિકભાઈ ભટ્ટ, કૈલાશભાઈ કાકડિયા, શૈલેશભાઈ રૂપાપરા, ભૂપતસિંહ ઝાલા, મીતેશભાઇ પટેલ, જયાબેન ટાંક, શૈલેશભાઈ ટાંક, વિમલભાઈ મુંગરા, પ્રહલાદસિંહ ઝાલા, યોગેશ પટેલ, રવીભાઈ ડાંગર, જગાભાઇ સોલંકી, પરેશભાઈ પટેલ, હસુભાઈ સોજીત્રા, વિજયસિંહ જાડેજા, મૌલેશભાઈ મકવાણા, પ્રિન્સ બગડા, કરશનભાઈ મુછડિયા, ધવલ પાંભર, સહિતના આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.