કોર્પોરેશન સંચાલિત સિટી બસ સેવામાં ફરજ બજાવતા ડ્રાઇવર અને કંડકટર અવાર નવાર અનેક વિવાદમાં ફસાય છે. બે દિવસ પહેલાં સિટી બસ અન્ડર બ્રીજની દિવાસ સાથે ઘસાઇ હતી. આજે સવારે પણ અન્ડર બ્રીજ પાસે જ સિટી બસને અકસ્માત નડયો હતો.

અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોવાથી સિટી બસના ચાલકોની યોગ્ય લાયકાત છે કે કેમ તે અંગે ચકાસણી જરૂરી બની છે. કોન્ટ્રાકટરો દ્વારા ઓછા પગારના કારણે કેટલાક રિક્ષા ચાલકોના હાથમાં સિટી બસનું સ્ટીયરીંગ પકડવવામાં આવ્યું હોવાના કારણે જ અકસ્માતના બનાવ બની રહ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.