યુવા મોરચાના મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કિશન ટીલવા નિમણૂક:શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા હોદ્દેદારોના નામની કરાઈ જાહેરાત
રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પૃથ્વીસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી છે.જ્યારે મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કિશન ટીલવાની નિયુક્તિ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા કરવામાં આવી છે.આગામી દિવસોમાં યુવા મોરચાનો સંગઠન માળખું જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીસિંહ વાળા અગાઉ યુવા મોરચાના સંગઠન માળખામાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા.ડો.પ્રદીપ દવને શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાયા બાદ યુવા મોરચાનું પ્રમુખ પદ નું સ્થાન છેલ્લા ઘણાં સમયથી ખાલી પડ્યું હતુ જો કે બાદમાં ડો.પ્રદીપ દ ડવ કોર્પોરેશનની ચૂંટણી લડી અને મેયર બનતા તેઓએ શહેર ભાજપ ઉપપ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.ડવની ટીમમાં યુવા મોરચામાં મહામંત્રી તરીકેની ફરજ જવાબદારીપૂર્વક નિભાવ્યા બાદ શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખપદે ભાજપ હાઇકમાન્ડ દ્વારા પૃથ્વી વાળાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કિશન ટીલવાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ પુરાણીએ જણાવ્યું હતું.
આજરોજ યુવા ભાજપના મુખ્ય ત્રણ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.દરમિયાન આગામી દિવસોમાં સંપૂર્ણ સંગઠન માળખું જાહેર કરવામાં આવશે.