આગામી દિવસોમાં પ્રદેશ ભાજપની સૂચના અનુસાર વિવિધ શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન થનાર હોય તે અંતર્ગત શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ તકે ધનસુખ ભંડેરી તેમજ કમલેશ મિરાણીએ  આગામી કાર્યક્રમો અંતર્ગત માહિતી આપતા જણાવેલ કે આગામી તા. ર1  જૂનના વિશ્ર્વ યોગ દિવસ છે.

શહેરના એક લાખથી વધુ પેઇઝ પ્રમુખોને જોડી શ્રેણીબધ્ધ કાર્યક્રમો કરાશે : ધનસુખ ભંડેરી

શહેર ભાજપ દ્વારા યોજાયેલ બેઠકમાં ભંડેરી, ભારદ્વાજ, મિરાણી, કુંડારીયા, મોકરીયા, પટેલ, રૈયાણી, સાગઠીયા, ડો.ડવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

1 7

ત્યારે આપણે સૌ સોશ્યલ ડીસ્ટસ્નીંગ સાથે શહેર ભાજપ આયોજીત કાર્યક્રમ તેમજ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ ઘરે રહીને પણ યોગ કરી જીવનને તંદુરસ્ત બનાવીએ અને ‘ઘરે રહો સ્વસ્થ રહો, સુરક્ષીત રહો’ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંકલ્પને સાકાર કરીએ. શહેરના 18 વોર્ડમાં 36 સ્થળો પર યોગા કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં શહેરના જાણીતા યોગગુરૂ ઉપસ્થિત રહી અને યોગા કરાવશે. જેની જવાબદારી વિધાનસભા વાઈઝ જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ બોરીચા અને કીરણબેન માકડીયા સંભાળી રહ્યાં છે.

તેમજ તા.ર3 જૂન ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસે સવારે 9 કલાકે શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે આવેંલ આર્ટગેલેરી ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલીનો કાર્યકંમ યોજાશે અને ત્યારબાદ સવારે 10 કલાકે શહેરના 18 વોર્ડના 991 બુથ અને 397 શક્તિ કેન્દ્રોમાં ડો.શ્યામાપ્રસાદ મુખરર્જીને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાશે તેમજ તે જ દિવસે એટલે કે ર3 જુનના રોજ સવારે 11 કલાકે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવનકવન અંગે વર્ચ્યુઅલ વક્તવ્ય યોજાશે તેમજ તા.રપ જૂન ‘કટોકટી દિવસ’ એટલે કે દેશના ઇતિહાસ કલંક્તિ દિવસ તરીકે ઓળખાયો છે.  સાંજે પ:30 કલાકે શહેરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર દ્વારા વર્ચ્યૂઅલ વક્તવ્ય યોજાશે. તેમજ તા.રપ જૂન થી લઈ તા. 6 જુલાઈ સુધી અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે શાળા, કોલેજ, મંદીરો, સાર્વજનીક પ્લોટ, ઉદ્યોગોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે જયારે કમલેશભાઈ મિરાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શહેરના તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમો યોજવામાં આવશે. તા.ર7 જુનના રવીવારે આ મન કી બાત નો કાર્યક્રમ શહેર ભાજપ થી લઈ બુથ સમિતિ અને પેજપ્રમુખો સાંભળે તે માટે ખાસ પોતાના વક્તવ્યમાં ભાર મુક્યો હતો.

ધનસુખ ભંડેરી એ  ઉપસ્થિત શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓને અનુરોધ ર્ક્યો હતો કે વિજયભાઈ રૂપાણીએ આપેલ મંત્ર કે ‘મારુ બુથ, કોરોના મુક્ત, મારૂ બુથ રસીકરણ યુક્ત’ માટે શહેરના એક લાખથી વધુ પેજપ્રમુખોને આ કામગીરીમાં જોડવામાં આવશે. રાજકોટ મહાનગરમાં કીશોરભાઈ રાઠોડ, અતુલભાઈ પંડયા અને જશુમતીબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમજ સંગઠન સંરચના બાદ સૌરાષ્ટ્રભરના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને શહેરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરની વર્ચ્યૂઅલ કારોબારી બેઠક અને ત્યારબાદ મંડલ કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવશે.

આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ, વ્યવસ્થા કિશોરભાઈ રાઠોડે તેમજ  સાંધિક ગીત અતુલ પંડિતે તેમજ અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ હતી. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમની જવાબદારી ડો.પ્રદિપ ડવ તથા પુષ્કર પટેલને જવાબદારી સોંપવામાં આવેલ.

આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતના એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.