પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા કોરોના સામે રક્ષ્ાણ મેળવવા મહા વેક્સીન અભિયાન કાર્યરત છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે અને આ જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખની બેઠક યોજાયેલ હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીએ જણાવેલ કે હાલ સમગ્ર વિશ્ર્વ કોરોના સામે ઝઝુમી રહયુ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ધ્વારા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા કોરોના ને કાબુમાં લેવા એક પછી એક તાબડતોબ પગલા લેવાઈ રહયા છે અને નકકર નિર્ણયો થકી કોરોના પર નિયંત્રણ લેવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને હાલાકી ન પડે તે માટે એક પછી એક સંવેદનશીલ નિર્ણય લેવાઈ રહયા છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલજીના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ધ્વારા સમગ્ર ગુજરાતમાં મારૂ પેજ કોરોનામુક્ત, મારૂ પેજ વેક્સીનયુક્ત અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેર ભાજપનો પ્રત્યેક કાર્યર્ક્તા મારૂ પેજ કોરોનામુક્ત, મારૂ પેજ વેક્સીનયુક્ત ના સંકલ્પને સાકાર કરવા લોકોની વચ્ચે રહી પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી અને જનસેવામાં સતત કાર્યરત રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.તેમજ આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવીંદ રૈયાણી ધ્વારા કોરોના કાળમાં દર્દીને હાલાકી ન ભોગવવી પડે તે માટે કાર્યરત કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યોની વિગત વર્ણવવામાં આવી હતી. ત્યારે વધુ વિગતો આપતા તેઓએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા શરૂ કરવામાં આવેલ ટેસ્ટીંગ બુથો જેમાં રૈયા ચોકડી, કે.કે.વી. હોલ, બાલાજી હોલ, ભક્તિનગર સર્કલ, અંબા મંદીર, મવડી ચોકડી, આકાશવાથી ચોક, રામાપીર ચોક, સોરઠીયા વાડી, પાણીનો ઘોડો, સીવીલ હોસ્પિટલ, ચૌધરી હાઇસ્કુલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓ સેવાકીય વ્યવસ્થા સંભાળશે.
આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ.