વોર્ડવાઈઝ કારોબારી સભ્યનો નામ પણ જાહેર કરતા મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને અધ્યક્ષા કિરણબેન માકડીયા: નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવાયા

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને કિરણબેન માકડીયા દ્વારા આજે શહેરના તમામ 18 વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. નવી ટીમ મહિલા મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્ર્વાસ પણ વ્યકત કરવામાં આવ્યો છે.

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સાથે વિચાર-વિમર્શ કરી તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.1 શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સેજલબેન ચૌધરી, મહામંત્રી તરીકે જ્યોતિબેન હિંગુ અને કારોબારી સભ્ય તરીકે અંજનાબેન મોરજરીયા, વોર્ડ નં.2ના પ્રમુખ તરીકે ધારાબેન વૈશ્ર્નવ, મહામંત્રી તરીકે પલ્લવીબેન ચૌહાણ અને કારોબારી સભ્ય તરીકે અનુબેન પરમાર,

વોર્ડ નં.3ના પ્રમુખ તરીકે ઈલાબેન પડીયા, મહામંત્રી તરીકે દક્ષાબેન રાવલ અને કારોબારી સભ્ય તરીકે રેખાબા જાડેજા, વોર્ડ નં.4ના પ્રમુખ તરીકે રાજેશ્રીબેન માલવીયા, મહામંત્રી તરીકે નયનાબેન સોલંકી અને કારોબારી સભ્ય તરીકે મંજૂલાબેન ગૌસ્વામી, વોર્ડ નં.5ના પ્રમુખ તરીકે પ્રિતીબેન પનારા, મહામંત્રી તરીકે સંગીતાબેન કેરાળીયા અને કારોબારી સભ્ય તરીકે રમાબેન ગોહિલ, વોર્ડ નં.6ના પ્રમુખ તરીકે કિન્નરીબેન ચૌહાણ, મહામંત્રી તરીકે હેતલબેન પાટડીયા, કારોબારી સભ્ય પદે સજુબેન રબારી, વોર્ડ નં.7ના પ્રમુખ પદે દક્ષાબેન શાહ,

મહામંત્રી તરીકે પ્રિતીબેન પાંઉ અને કારોબારી સભ્ય તરીકે જ્યોત્સનાબેન રાઘવાણી, વોર્ડ નં.8ના પ્રમુખ તરીકે હર્ષીદાબેન કાસુન્દ્રા, મહામંત્રી તરીકે રક્ષાબેન જોશી અને કારોબારી સભ્ય તરીકે શોભનાબેન સોલંકી અને વોર્ડ નં.9ના પ્રમુખ તરીકે મનિષાબેન માકડીયા, મહામંત્રી પદે પ્રજ્ઞાબેન પીઠડીયા અને કારોબારી સભ્ય તરીકે ભાવનાબેન જોષી, વોર્ડ નં.10ના પ્રમુખ તરીકે વિણાબેન મહેતા, મહામંત્રી તરીકે મેઘાબેન વૈષ્ણવ અને કારોબારી સભ્ય તરીકે સંગીતાબેન ચૌહાણ, વોર્ડ નં.11ના પ્રમુખ તરીકે હેમીબેન ભલસોડ,

મહામંત્રી તરીકે રેખાબેન માણાવદરીયા અને કારોબારી સભ્ય તરીકે અનિતાબેન પાઘડાર, વોર્ડ નં.12ના પ્રમુખ તરીકે રિનાબેન ગનારા, મહામંત્રી તરીકે અલ્પાબેન જાદવ અને કારોબારી સભ્ય તરીકે મનિષાબેન વેકરીયા, વોર્ડ નં.13ના પ્રમુખ તરીકે મંગળાબેન સોઢા, ભાબુને ગોહલ અને કારોબારી સભ્ય તરીકે લીલાબેન ભંડેરી, વોર્ડ નં.14ના પ્રમુખ તરીકે શોભનાબેન ચૌહાણ, મહામંત્રી તરીકે વૈશાલીબેન મહેતા અને કારોબારી સભ્ય તરીકે દિપાલીબેન વોરા, વોર્ડ નં.15ના પ્રમુખ તરીકે સંગીતાબેન પેઢડીયા, મહામંત્રી પદે સવિતાબેન ડાબી અને કારોબારીસ ભ્ય તરીકે ચંદ્રીકાબેન ખીમસુરીયા, વોર્ડ નં.16ના પ્રમુખ તરીકે ચાંદનીબેન ગોંડલીયા,

મહામંત્રી પદે હેતલબેન ડાંગર અને કારોબારી સભ્ય તરીકે દેવકીબેન રાવલ, વોર્ડ નં.17ના પ્રમુખ તરીકે ગીતાબેન પરમાર, મહામંત્રી તરીકે જયશ્રીબેન મકવાણા અને કારોબારી સભ્ય તરીકે રેખાબેન કાચા, જ્યારે વોર્ડ નં.18ના પ્રમુખ તરીકે માલતીબેન ચાવડા, મહામંત્રી પદે રીટાબેન રોકડ અને શહેર કારોબારી સભ્ય તરીકે લતાબેન ગોરસીયાની વરણી કરવામાં આવી છે.

શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોના ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ બીક્ષપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.