ભાજપ સરકારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવાનું સમયસર મંજુરી આપતા પાણીના સ્ત્રોત થકી નિયમિત પ્રજાને પાણી મળી રહેશે
રાજકોટ શહેર તથા જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય,ઢેબર રોડ ખાતે પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની ઉપસ્થિતિમાં પાણી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહી આવનારા ઉનાળામાં પાણીના આયોજન અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતું.
આ તકે ભુપેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાણી અંગે ચિંતિત રહીને તાત્કાલિક ધોરણે ગાંધીનગર ખાતે મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરીને ગુજરાતની જનતાને પાણી આપવા માટેની એક્શન પ્લાન ઘડ્યો છે. આવતા દિવસોમાં પાણીના સ્ત્રોત માટે થઇ નર્મદા ડેમ ઉપરાંત નવા બોર બનાવીને શક્ય એટલું પાણી લોકોને આપવા અમારી સરકાર તત્પર છે. આ રીતે પાણીની સમસ્યાને પહોચી વળવા સરકાર કટિબદ્ધ છે.
કાર્યક્રમનું સંચાલન ભાનુભાઈ મેતાએ કર્યું હતું. કમલેશભાઈ મીરાણીએ રાજકોટ શહેરની પાણીની સમસ્યાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને કોઇપણ ભોગે સરકાર નર્મદા ડેમના પાણી દ્વારા ૨૦ મિનીટ પાણી આપશે જેથી પીવાના અને વાપરવાના પાણીની કોઈ તકલીફ રહેશે નહિ.
મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાણીના વાંકે કોઈને હિજરત કરવી નહિ પડે તે અંગે સરકાર ખુબજ ચિંતિત છે, સરકાર પીવાના પાણી અંગે ખેતી વિષયક પાણી માટે થઇ પુરતું મળી રહે તે અંગે આગોતરા આયોજનો કરીને લોકોને પાણી મળી રહે તે માટે થઇ બોર, કુવા તેમજ આજુબાજુના સ્ત્રોત અને નર્મદા ડેમના પાણી મારફત પણ પાણી આપી બહેનોને પુરતું પાણી આપીને તેઓને કોઈ તકલીફ ન પડે તેવી સરકાર વતી ખાત્રી આપી હતી.
આ બેઠકમાં રાજકોટ જીલ્લાના હોદેદાર, ધારાસભ્યો, સાંસદસભ્યો, મંડલના પ્રમુખ-મહામંત્રી, જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખો ઉપસ્થિત રહી તમામ તાલુકાઓની પાણીની પરિસ્થિતિ અંગે સૂચનો કર્યા હતા.