સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા રાજકોટની ખ્યાતનામ સેવાકીય સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળાને ૨૦૦ ધાબળાનું દાન અપાયેલ છે.
આ પ્રસંગે નલિનભાઇ વસા ચેરમેન, જીવણભાઇ પટેલ વાઇસ ચેરમેન, શૈલેષભાઇ ઠાકર ડિરેકટર, વિપુલભાઇ દવે પ્રમુખ-જાગૃત કર્મચારી મંડળ, કિશોરભાઇ મુંગલપરા સ્ટાફ રિલેશન મેનેજર, ઉમેદભાઇ જાની, જયંતભાઇ રાવલ વગેરેએ વિરાણી બહેરા મુંગા શાળાનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઇ દવે અને સીએ. પ્રવિણભાઇ ધોળકીયાને ધાબળા વિતરણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વિવિધ ક્ષેત્રની વિવિધ સંસ્થાઓને સમયાંતરે દાન આપ્યું છે. જેમાં તાજેતરમાં જ કોરોનાની મહામારીને અનુલક્ષીને પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂા. ૫૧ લાખ, મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂા. ૫૧ લાખ, સેવા ભારતીને રૂા. ૫ લાખ આપ્યા છે. સમાજમાં કોઇપણ કુદરતી આફત આવે, પછી તે દુષ્કાળ હોય કે હોનારત-પૂર કે ધરતીકંપ હોય. દરેક સમય અને સંજોગોમાં બેંકે દાનની સાથે સાથે આવશ્યક યોગદાન પણ આપ્યું છે. જેમાં મોરબી પુર હોનારત બાદ ગણતરીનાં કલાકોમાં જ બેંકિંગ સુવિધા શરૂ કરી હતી તેવી જ રીતે દુષ્કાળના સમયમાં ઘાસ વિતરણ, ભૂજનાં ધરતીકંપ વખતે માતબર દાન વગેરે કહી શકાય. રાજકોટના રેસકોર્ષ-૨માં નિર્માણધીન ‘અટલ સરોવર’ ખાતે માટે પણ રૂા. ૫૧ લાખનું દાન આપ્યું હતું. આ તકે સંસ્થામાંથી કશ્યપ પંચોલી અને પંકજભાઇ જોશી સાથે જોડાયેલા હતા.