નાગરિક બેંક એટલે નાના માણસોની બેન્ક છે જે તેમના ઉથાન માટે કાર્યરત છે: નલીનભાઇ વસા
રાજકોટનાં વિકાસમાં નાગરિક બેન્કનું યોગદાન અનેરૂ છે: રાજયમાં ૩૮ અને
મહારાષ્ટ્રમાં ૪ બ્રાન્ચ કો-ઓપરેટીવ ક્ષેત્રની હોવાથી ગુડવીલમાં પણ થયો વધારો
૭૦ ટકા જેટલું ધીરાણ નાના લોકો વચ્ચે થતાં નાગરિક બેન્કને એન.પી.એ.ની અસર જોવા મળી નથી
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સાર્વત્રીક વ્યાપી ઉઠયો છે, ત્યારે વિશ્વને આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે કાઠી શકાઇ, તે મુદ્દે ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ભારતમાં કોરોના સામેની લડાઇમાં અનેક વિધ સંસ્થાઓ આગળ આવી છે. તેમાં રાજકોટની નાગરીક બેન્ક, કે જે મોરબી હોનારાત હોઇ, ભૂકંપ હોઇ કે અન્ય કોઇ રાષ્ટ્રીય વિપદા હોઇ તે સમયમાં તે ખરા અર્થમાં લોકોની પડખે, રાજયની પડખે અને દેશની પડખે ઉભી રહી છે. રાજકોટ નાગરીક બેન્કે આ સ્થિતિમાં પ૧ લાખ વડાપ્રધાન રાહત ફંડ, પ૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડ અને ૫ લાખ સહકારી ભારતીમાં આપેલ છે. આ તકે રાજકોટ નાગરીક બેન્કના ચેરમેન નલીનભાઇ વસાએ ‘અબતક’સાથે વિશેષ વાતચીત કરતાં અનેક વિધ માહિતીઓ આપી હતી.
પ્રશ્ન: નાગરીક બેન્ક તે ‘નાગરીકો’ની બેન્ક માનવામાં આવે છે પછી ભૂકંપ હોઇ, મોરબી હોનારત હોઇ કે રાષ્ટ્રીય વિપદા હોઇ, નાગરીક બેન્ક હરહંમેશ લોકોની પડખે ઉભી રહી છે શું કહેશો?
જવાબ:- હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે હજી ભારતે માત્ર ૧૦ ટકા કોરોનાના કહેરની અસર જોઇ છે. આવનારા દિવસોમાં આની સોશ્યલ અને આર્થિકો અસરો ખુબ જ ભયંકર જોવા મળશે. આ સમયે સમાજની દરેક વ્યકિતની ફરજ છે કે તેમનાથી જેટલું થાય તેટલું સમાજ અને દેશ માટે કરવું જોઇએ. નાગરીક બેન્ક તે જે સંસ્કાર મળેલા છે. તે તેમાં વડવાઓ દ્વારા અને વડીલો દ્વારા આપવામાં આવ્યા છે. જેને અનુસરી બેન્કે તમામ ભૂતકાળ અને વર્તમાન સ્થિતિમાં યથાશકિત પ્રમાણે સેવા પણ કરી છે એના જ ભેટરૂપે ૫૧ લાખ વડાપ્રધાન રાહત ફંડમાં, પ૧ લાખ મુખ્યમંત્રી ફંડમાં, અને ૫ લાખ સહકાર ભારતીમાં આપેલ છે.
પ્રશ્ન: બેન્કો તો ઘણી છે ત્યારે બીજી બેન્કો માત્ર મુનાફો કરવા માટે જ વિચારતી હોઇ છે, ત્યારે આપશું શીખ આપશો?
જવાબ:- અમારી બેન્કની ટેગલાઇન જ છે કે નાના માણસની મોટી બેન્ક, આપણું કામ ફકત નફો કરવાનું નથી પણ સમાજમાં રહેલા નાના અને મઘ્યમવર્ગના પરિવારોનો જીવનમાં હકારાત્મક વર્તન લાવવા માટે બેન્ક ચલાવવામાં આવે છે ત્યારે સામાન્ય પરીસ્થિતિમાં પણ બેન્ક જો આ વિચાર કરતા હોઇ તો કઠીન સમયમાં બેેન્ક વિચારે તે સહજ છે જેની બેન્કની તમામ ટીમ આજ હકારાત્મક વિચારથી વર્ણવેલ છે, જેથી ઝડપથી હકારાત્મક નિર્ણયો લઇ શકાય છે.
પ્રશ્ન:- અરવિંદકાકા દ્વારા વિકસીત કરવામાં આવેલી નાગરીક બેન્ક રાજકોટનાં વિકાસમાં ખુબ જ યોગદાન આપેલું છે. ત્યારે નાગરીક બેન્કની મદદથી શહેરનાં વિકાસ માટે જે હરણફાળ ભરવામાં આવી છે તેને આપ કેવી રીતે મૂલવો છો?
જવાબ:- કોપોરેટીંવ બેન્કોનો મતલબ એ છે કે, સભાસદોનું જે શોષણ થતું હોય તો તે ન થાય તેના માટે ભેગુ થવાનું જરૂરી છે. રાજકોટ નાગરીક સહકારી પણ એક સહકારી ક્ષેત્રની બેન્ક છે. અને એશિયામાં બેન્કનાં ૨.૭૫ લાખ સભાસદો છે. જેમનું હિત નાગરીક બેન્કની પ્રથમ આવશ્યકતા છે જેને વિકસાવવામાં અરવિંદહ કાકાનો મુખ્ય અને સિંહ ફાળો રહ્યો છે.
પ્રશ્ન:- નાગરીક બેન્કનું નામ કયા ઉદ્દેશ્યથી પાડવામાં આવ્યું છે?
જવાબ:- લોકોની બેન્ક હોવાથી બેન્કનું નામ નાગરીક બેન્ક રાખવામાં આવ્યું છે જયારે બેન્કની સ્થાપના અંતાણી સાહેબ દ્વારા કરવામાં આવી હતી, પણ બેન્કોનાં વિકાસનો શ્રેય અરવિંદકાકાને જાય છે. એમના વહીવટી કાળ દરમ્યાન બેન્કે ખુબ જ સારી પ્રગતિ કરી છે. જેનો મુખ્ય ઉદેશ્ય જ એ છે કે એમનાથી લઇને તેમની પછીની ટીમને સમાજને કાંઇક આપવું છે, સેવા કરવી છે, અને ભાવથી વહીવટ કરવો છે. એટલે કોઇને સ્વાર્થ નથી હોતો, વ્યકિતગત મહત્વકાંક્ષા નથી હોતી, સમાજને ઉપયોગી થવાના કારણે દરેક કાર્યો સરળતાથી થાય છે અને સેવાકીય પ્રવૃતિ પણ હાથ ધરવામાં આવે છે. જેના કારણે જ નાગરીક બેન્કની ગુડવીલમાં વધારો થયો છે. આ બેન્કની મહારાષ્ટ્રમાં પણ જ બ્રાન્ચ છે. જયારે રાજયમાં બેન્કની ૩૮ બ્રાન્ચો આવેલી છે.
પ્રશ્ન:- આટલા મોટા વટવૃક્ષ સમાન મોટી બેન્કનાં ચેરમેન તરીકે કેવી અનુભૂતિ થાય છે?
જવાબ:- નાગરીક બેંન્કના વિકાસમાં લોકોનો પણ સિંહફાળો રહ્યો છે, ત્યારે જે જવાબદારી સોંપવામાં આવી છે, તે અત્યંત કપરી છે. ત્યારે તમામ વસ્તુઓનું બેલેન્સ કરવું પડે તેમ છે જે ઘ્યેય માટે કામ કરવામાં આવે છે તે ઘ્યેયથી વિચલીત ન થાય તે પણ જોવું અત્યંત આવશ્યક છે. હાલનાં સમયમાં લોકો પોતાનાં સ્વાર્થથી જ કામ કરતા હોય ત્યારે ટીમને નિસ્વાર્થ ભાવે કામ કરવા માટે પ્રેરિત કરવું અનિવાર્ય છે. મને જાગૃત રહેવું પણ એટલું જ આવશ્યક છે. રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ દ્વારા જે સંસ્કાર મળેલા છે તેને સારામાં સારી રીતે કંઇ રીતે કેમ અમલમાં મૂકવું તે પણ અત્યંત જરુરી છે અને તે પ્રેરણારૂપ પણ બન્યું છે.
પ્રશ્ન:- આવનારા દિવસોમાં નાગરિક બેન્ક કઇ પ્રકારની લોક સુવિધા ઉભી કરવા માંગે છો?
જવાબ:- બેન્કની અંદર સતત વિચારતા હોઇએ છીએ કે શું નવું કરી શકાય બહેનો માટે એક વર્ષથી ડિસ્કાઉન્ટ ઓફર ચૂકવામાં આવે છે, જેમાં કોઇપણ મહિલા લોન લેવા આવે તો તેઓને ૧ ટકાનું ડિસ્કાઉન્ટ આપી ફાળો આપવાનું શરૂ કર્યુ. જેનરીક દવાઓનો જે કોઇ લોકો એ સ્ટોર કરવો હોઇ, તો તેમની પાસેથી કોઇ સિકયુરીટી લીધા વગર તેમને લોન આપવાનું નકકી કર્યુ છે. ઓછા વ્યાજે પણ જરુરીયાત મંદ લોકોને લોન આપવામાં આવે છે. આવી રીતે સમાજનો માણસ પગભર થાય અને લાચારીનો સામનો ન કરવો પડે તે દિશામાં કામગીરી હાથ ધરાઇ છે.
પ્રશ્ન:- NBFC હોઇ કે કોર્પોરેટીવ બેન્ક હોઇ, આ તમામ હાલ તકલીફમાં જોવા મળી રહી છે, બેન્કોનું NPA પણ ખુબ વધુ પ્રમાણમાં થયું છે. ત્યારે આ સ્થિતિ નાગરીક બેન્કને કેમ સ્પર્શી નથી.
જવાબ:- એનપીએની થોડી અસરનો નાગરીક બેન્કને જોવા મળી છે, પરંતુ કાયદાની મર્યાદામાં જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે, તેના કારણે અન્ય બેન્કોની સરખામણીમાં નાગરીક બેન્કની સ્થિતિમાં કોઇ મોટો ફેર નથી પડયો, સ્ટાફ પણ આ બેન્કને પોતાની બેન્ક માને છે, જેથી તેઓ પણ પ્રયત્નશીલ રહ્યા છે બેન્કે નાના માણસો ઉપર ઘ્યાન કેન્દ્રિત કર્યુ છે. નાના માણસો ઉપર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. નાના માણસની દાનત ખરાબ નથી હોતી, જયારે મોટા લોકોનો અભિગમ માલાફાઇડ હોવાથી બેન્કો ઘણી તકલીફનો સામનો કરવો પડયો છે. ૭૦ ટકા ધીરાણ નાના લોકોમાં હોવાથી એન.પી.એ.ની અસર નાગરીક બેન્કને ઓછી થઇ છે.
પ્રશ્ન:- આવતા દિવસોમાં નાગરીક બેન્કનું સ્વપ્ન શું છે?
જવાબ:- નાગરીક બેન્કનું સ્વપ્ન એ જ છે કે આખા દેશમાં નાગરીક બેન્ક એક આદર્શ બેન્ક બને જેનાથી લોકો પ્રેરણા લઇ શકે અને સમજી શકે કે કોપોરેટીંવ બેન્ક કેવી હોય, લોકોનાં હિત માટે નહિ, પરંતુ સમાજનાં હિતમાં ચાલવાના ઉદ્દેશ્ય થી મદદ કરવામાં આવે છે નાની બેન્કોને પણ મદદ કરવામાં આવતી હોય છે.
પ્રશ્ન:- નાગરીક બેન્કનું મેનેજમેન્ટ કોઇ વ્યકિત કે કોઇ સમાજ પૂરતું નથી? ત્યારે નાગરીક બેન્ક લોકોની લોકો માટે અને લોકો દ્વારા ચાલતી બેન્ક છે. તો તેની પાછળનું રહસ્ય શું?
જવાબ:- કોઇપણ બેન્કમાં બોર્ડ ઓફ ડિરેકટર હોય છે, જે બોર્ડ બેન્કનું મેનેજમેન્ટ કરતું હોય નાગરીક બેન્કએ એક વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. જેમાં દરેક બ્રાન્ચની અંદર શાખા વિકાસ સમીતી બનાવી છે. ત્યારે તે વિસ્તારનો જે કેચમેન્ટ એરીયા હોય તેમાંથી ૭ થી ૧૦ પ્રતિષ્ઠિત લોકોની પસંદગી કરવામાં આવે છે. જેમાં અલગ અલગ ક્ષેત્ર જેવા કે ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ બહેનો, જેનો કોઇ સેવા કરવાનો ભાવ છે તે લોકોની કમીટીમાં પસંદગી થાય છે. અને તેઓ એક સપ્તાહમાં ર થી ૩ કલાક માનદ સેવા પણ આપે છે. નાગરીક બેન્ક સમાજ સાથે જોડાયેલા રહી છીએ, જેથી જ બેન્ક આટલો સારો વિકાસ કરી શકી છે.