10 લાખથી વધુ લોકોની ડિજિટલાઈઝેશન તરફની આગેકૂચ: સાઇબર સિક્યુરિટી મળી રહે માટે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી સાથે કરાર કરાયા
અબતક, રાજકોટ
કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભારત દેશને ડિજિટલ ઇન્ડિયા બનાવવા તરફ ના દરેક હકારાત્મક પગલાઓ લઇ રહ્યા છે સાથોસાથ આ અંગે અનેક વિધ નવી યોજનાઓ ને પણ અમલી બનાવવામાં આવી રહી છે. તારે લોકો વધુને વધુ ડિજિટલાઈઝ તરફ આગળ વધે એ હેતુને ધ્યાને લઇ રાષ્ટ્રીય અધિકૃત બેંકો સંપૂર્ણ ડિજિટલ તરફ આગળ વધી છે.તો સામે જે પરંપરાગત બેંકો છે તેમના માટે અનેકવિધ પ્રશ્નો પણ ઊભા થયા હતા પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે રાજકોટ ખાતે આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક છેલ્લા ત્રણ વર્ષથી ડીજીટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે અને તેમના સભાસદો અને તેમના ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓ પુરી પાડી રહી છે.
એ વાત સ્પષ્ટ છે કે આવનારો સમય ડિજિટલ નો હોવાથી વધુને વધુ લોકો ડિજિટલ તરફ પોતાનો ઝુકાવ વધારે તે જરૂરી છે. કોરોના બાદ મહત્તમ લોકો ડિજિટલાઈઝેશન તરફ આગળ વધ્યા છે અને પોતાના બેન્કિંગ વ્યવહારો પણ મહદંશે ડિજિટલાઈઝ રૂપે કરતા થયા છે. તકે આગામી સમયમાં વધુ ને વધુ ગ્રાહકો દ્વારા સુવિધા પહોંચાડવામાં આવે તે માટે રાજકોટ નાગરિક બેન્ક દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે. જે અંગે બેંકના વાઇસ ચેરમેન જીમી દક્ષિણી દ્વારા અનેક માહિતીઓ આપવામાં આવી હતી.
કોરોના બાદ કોન્ટેકટલેસ બેન્કિંગ પદ્ધતિ શરૂ થઈ છે જે ગ્રાહકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી છે: જિમી દક્ષિણી
રાજકોટ નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન જીમી દક્ષિણીએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલ એક વર્ગ એવો છે કે જે બેંકિંગ વ્યવહાર માટે બેંકમાં રૂબરૂ આવતો હોય છે અને પોતાના નાણાં જમા કરાવવા અથવા તો ચેક જમા કરાવવા આવે છે પરંતુ જે સમયથી કોરોના આવ્યો છે ત્યારબાદ એક નવી પદ્ધતિ બેંકમાં જોવા મળી રહી છે અને તે છે કોન્ટેક્ટ લેસ બેન્કિંગ. પદ્ધતિ ગ્રાહકોની સાથોસાથ બેન્કોને પણ અનેકવિધ અંશે ફાયદો પહોંચાડ્યો છે. વધુમાં વાઇસ ચેરમેને માહિતી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ભારત દેશ ડીજીટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે તેને ધ્યાને લઇ બેંકે છેલ્લા ત્રણ વર્ષથી આ પદ્ધતિ અમલી બનાવી છે અને તેના માટે અનેકવિધ કાર્યો પણ હાથ ધર્યા છે જેથી બેંક સાથે જોડાયેલા ગ્રાહકો અને તેના સભાસદોને પુરતી સુવિધાઓ મળી રહે.
રાજકોટ નાગરિક બેંકના ગ્રાહકોને બેંક દ્વારા મોબાઈલ બેંક પણ આપવામાં આવી છે જેમાં તેઓ ખૂબ જ સરળતાથી પૈસાનો વ્યવહાર કરી શકે અને આ સિસ્ટમ અમલી બનતા ની સાથે બેંકને પેમેન્ટ પેટે 3500 ટકાનો વધારો પણ થયો છે.એટલું જ નહીં ડિજિટલ વ્યવહારોમાં અત્યાર સુધી 10 લાખ જેટલા વ્યવહારો થઈ ચૂક્યા છે જે ખરા અર્થમાં એક સફળતા કહી શકાય પરંતુ સામે ડિજીટલ સિસ્ટમ જે બેંક દ્વારા ઉભી કરવામાં આવી છે તે ખૂબ જ ખર્ચાળ છે સામે ગ્રાહકોને પણ સાઇબર સિક્યુરિટી મળતી રહે તે માટે બેંકે ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે કે જે સાયબર સિક્યુરિટી ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. અંતમા બેંકના વાઇસ ચેરમેને માહિતી આપતાં જણાવ્યું હતું કે ગામડાના લોકોને ડિજિટલ બેન્કિંગ નો લાભ મળી રહે તે માટે આવનારા સમયમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નાગરિક બેંકનું એક સ્વપ્ન છે કે જો આરબીઆઇની પરવાનગી મળે તો રાજકોટ નાગરિક બેન્ક વેબ થકી બેન્કિંગ સુવિધા પૂરી પાડશે.