કોર્પોરેશન દ્વારા જનરલ બોર્ડમાં ટીપી સ્કિમ અંગે ઠરાવ કરી પરામર્શ માટે રાજ્ય સરકારને મોકલાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કુલ 56 ટાઉન પ્લાનિંગ સ્કિમ બનાવવામાં આવી છે. મવડી વિસ્તારમાં નવી ત્રણ ટીપી સ્કિમ બનાવવા માટેનો ઇરાદો આગામી જનરલ બોર્ડ બેઠકમાં જાહેર કરવામાં આવનાર છે. દરમિયાન કોર્પોરેશનની હદમાં ભળેલા પાંચ ગામોમાં વધુ 18 ટીપી સ્કિમ બની શકે તેવી સંભાવના હાલ રહેલી છે. આ અંગે જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજ્ય સરકારના નગર નિયોજકને મોકલવામાં આવશે. જો કે, સરકારમાં હજુ 22 ટીપી સ્કિમો ઘણા વર્ષોથી મંજૂરીની વાંકે પેન્ડિંગ પડી છે.

મવડી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.34, 35 અને 36 બનાવવા માટે આગામી 19મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ઇરાદો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત થોડા વર્ષો પહેલા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા, વાવડી અને કોઠારીયા વિસ્તારમાં 1800 હેક્ટરથી વધુ જમીન પર નવી 18 ટીપી સ્કિમો બની શકે તેમ છે. આ અંગે જનરલ બોર્ડમાં ઠરાવ કરી નવી સ્કિમ રાજ્ય સરકારના મુખ્ય નગર નિયોજક જ્યારે પરામર્શ કરવા મંગાવે ત્યારે મ્યુનિ.કમિશનર તેમની સમક્ષ રજૂ કરે તેવો ઠરાવ કરવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા અલગ-અલગ 56 ટીપી સ્કિમો બનાવવામાં આવી છે. જે પૈકી 22 ટીપી સ્કિમ હાલ રાજ્ય સરકારના ટીપીઓ પાસે પેન્ડિંગ છે. દરમિયાન આગામી જનરલ બોર્ડમાં શહેરના મવડી વિસ્તારમાં નવી ત્રણ ટીપી સ્કિમો બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવામાં આવશે. જ્યારે આસપાસના ગામો જે થોડા સમય પહેલા કોર્પોરેશનની હદમાં ભળ્યા છે ત્યાં ખૂલ્લી જમીનમાં વધુ 18 ટીપી સ્કિમો બની શકે તેમ છે. તે અંગે પણ બોર્ડમાં નિર્ણય લેવાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.