અડધા લાખના ચેન તફડાવી નાશી છૂટેલો બેલડીની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

શહેરની નવી કલેક્ટર કચેરી નજીક ટ્રાફીક પોલીસ સ્ટેશન પાસે મહિલા નાયબ મામલતદારને ડબલ સવારી સમડીએ નિશાન બનાવી અડધા લાખના સોનાના ચેનથી ચીલ ઝડપ કરી નાશી છૂટેલી બેલડીને સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના શ્રોફ રોડ ગર્વમેન્ટ કોલોનીમાં રહેતા વર્ષાબેન ભરતભાઇ શીલુ નામના નાયબ મામલતદાર ગત્ કાલે ઘરેથી નોકરી પર જીજે10બીએલ 9458 નંબરના એક્ટિવા લઇને જઇ રહ્યાં હતા ત્યારે નવી કલેક્ટર કચેરી પાસે ટ્રાફિક પોલીસ મથક પાસે પહોંચ્યા ત્યારે ડબલ સવારી બાઇક સવારે પીછો કરી અડધા લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ કરી નાશી છૂટ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. એચ.એસ.રત્નોતર સહિતના સ્ટાફે ફરિયાદીના વર્ણન અને સીસીટીવી ફૂટેજના આધારે સમડીને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.