બાળકોએ કલાત્મક રંગોળી કરી શાળાને બનાવી કલર ફૂલ
રાજકોટ નિધિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થિનીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓના 15 ગ્રૂપ અને વાલીઓના 7 ગ્રુપે તેમજ શિક્ષકના 3 ગ્રૂપે ભાગ લીધો હતો.
શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ- ઉત્સવ સાથે નું જોડાણ રહે સાથે પોતાની આવડત-કૌશલ્ય બહાર આવે એ હેતુથી દર વર્ષે રંગોળીનું સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. બાળકોએ કલાત્મક રંગોળી પૂરી, શાળા ને સુશોભિત કરી હતી. આ રંગોળી સ્પર્ધામાં બાળકો વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ ઉમંગભેર ઉજવણી કરી હતી. રંગોળી સ્પર્ધાનું આયોજન સવારે 9: 30 થી 10:30 વાગ્યા દરમિયાન રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
અમારી શાળામાં હિંદુ પરંપરા અને સંસ્કૃતિની સાથે બાળકોને પીરસાય છે જ્ઞાન: યશપાલસિંહ ચુડાસમા
નિધિ સ્કૂલના પ્રિન્સીપલ યસપાલસિંહ ચુડાસમાએ અબતક મીડિયા સાથે થયેલી ખાસવાતચીતમાં જણાવ્યું હતું કે આજ રોજ નિધિ સ્કૂલ દ્વારા દીપાવલી અને નૂતન વર્ષ નિમિતે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓના 15 ગ્રૂપ અને વાલીઓના 7 ગૃપે તેમજ શિક્ષકના 3 ગ્રૂપે ભાગ લીધો છે. ગ્રુપ વાઈસ રંગોળી બનાવવામાં આવશે. જે રંગોળી તૈયાર થશે તેમાંથી સૌથી સુંદર રંગોળીને પહેલો નંબર આપવામાં આવશે. અને વિજેતાને ઈનામ આપવામાં આવશે.
દિવાળી જાણે આજે જ છે એવો માહોલ સર્જાયો છે : બીનાબેન ગોહિલ
બીનાબેન ગોહિલ અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 6 થી 12 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે. વાલીઓ અને શિક્ષકએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. અલગ અલગ પ્રકારની રંગોળી બનાવવામાં આવી છે શિક્ષકો દ્વારા એક મોટી રંગોળી બનવામાં આવી છે. દિવાળી જાણે આજે જ છે એવો ઉત્સાહ વિદ્યાર્થીઓ વાલીઓમાં જોવા મળે છે.નિધિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નડીયાપરા દિપાલીએ અબતક મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 8 માંં ભણું છું. અમારા ગ્રુપમાં 4 વિધાર્થીનીઓ છે. રંગોલી સ્પર્ધામાં ખૂબ મજા આવી છે. અમારા ગ્રુપ તરફ થી રાધા ક્રિષ્નાની રંગોલી બનાવવામાં આવી છે.