૧૩ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન આયોજન

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગી રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા પ્રમવાર સ્માર્ટ સિટી રાજકોટ, રંગીલા રાજકોટ ખાતે ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા.૧૪ થી તા.૧૯/ છ દિવસ સુધી નાર છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮૩ ઇનામો જેની કુલ રકમ રૂ.૨,૨૧,૦૦૦/- થાય છે. તે વિજેતા થયેલ ખેલાડીઓને આપવામાં આવશે તથા આનંદનગર કોમ્યુનિટી હોલ યુનીટ નં.૧ તથા ૨ ણી વ્યવસ ફ્રી ઓફ કરી આપેલ છે.

ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન તથા રાજકોટ ડીસ્ટ્રીક્ટચેસ એસોસિએશનના સહયોગ પ્રાપ્ત થયેલ છે. રાજકોટના ચેસ પ્લેયર્સનું એક નવું એસોસિએશન બનાવવામાં આવ્યું છે જે નોન પ્રોફિટ એસોસિએશન અને ચેસના ઉભરતા ખેલાડીઓને રેટિંગ ટુર્નામેન્ટનો વધારે લાભ ખાસ કરીને રાજકોટના ઘર આંગણેના યંગ જનરેશનને સારૂ પ્લેટફોર્મ પુરૂ પડાય તેવા શુભા આશયથી આ છઈઙઅ ની સપના કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટ માટે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા વિગેરે દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ટુર્નામેન્ટ ડાયરેક્ટર અને જી.એસ.સિ.ના સેક્રેટરી ભાવેશભાઈ પટેલ તેમજ મુખ્ય આયોજન કમિટીના કિશોરસિંહ જેઠવા, મનીષ પરમાર, સીએ પરીનભાઈ પટેલ, ચેતનભાઈ કામદાર, મીતેશભાઇ બોરખેતરીયા, સીએકેયુરભાઈ પરમાર, સીએસપીયુશભાઇ જેઠવા, વિપુલભાઈ મકવાણા, ડો.નિમીષભાઈ પરીખ, પ્રદીપભાઈ દસ, હિમાંસુભાઈ ઝાલા, હિંમતભાઈ અજમેરા વિગેરે દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે.

આ ટુર્નામેન્ટમાં ચીફ આર્બિટર તરીકે રાજસનના એઆઈ રાજેન્દ્ર તેલી તથા આસીસ્ટન્ટ આર્બિટર તરીકે જય ડોડીયા રાજકોટ દ્વારા સેવા પ્રદાન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.