1200 કેમિસ્ટ સભ્યોના પરિવાર ગરબે ઘુમ્યા
પવિત્ર નવરાત્રીના 9 દિવસ લોકો માં ખૂબ ભક્તિ શક્તિ અને આરાધના કરી છે. પ્રાચીન તથા ગરબામાં આ વર્ષે ગરમી રમતી બાળાઓથી લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શરદ પૂર્ણિમા સુધી લોકો હર્ષ ઉલ્લાસથી માં ની આરાધના સાથે ગરબે ઘૂમે છે વેલકમ નવરાત્રી લઈ બાઈ બાઈ નવરાત્રી સુધી એક મહિનો લોકો ગરબે ઘૂમે છે ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા શરદ પૂર્ણિમા રાસોત્સવનું પ્રતિલોક પાર્ટી પ્લોટ રજવાડી રાસોત્સવના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું.1200 કેમિસ્ટના પરિવાર રાસોત્સવમાં ગરબે ઘુમીયા હતા.
પ્રિન્સ તથા પ્રિન્સેસને સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેમિસ્ટ એસોસિએશન ના રસોત્સવ ના આમંત્રણ ને માન આપી ભાજપ અગ્રણી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સાથોસાથ ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેમિસ્ટ એસોસિએશનના સભ્યો માં પરિવારની ભાવના વધે તેમ જ એક સાથે એક જ સ્થળ પર એસોસિએશનના પરિવારો એકબીજા સાથે સંપર્કમાં આવે અને પારિવારિક માહોલથી જોડાઈને રહે તે માટેનો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા ઉપપ્રમુખ બાબુલાલ ભુવા સેક્રેટરી અને અનિમેશભાઈ દેસાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.