કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મવા મેઇન રોડ, સત્યસાંઇ રોડ અને 40 ફૂટ રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચકાસણી કરવામાં આવ્યુ હતું. 1 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. વેંચાણ થતાં દૂધ, ડેરી પ્રોડક્ટ, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોરને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. પટેલ પેંડાવાળા,વૃંદાવન ડેરી ફાર્મ,ગંગોત્રી ડેરી ફાર્મ, કનૈયા અમુલ પાર્લર,બાલાજી અમુલ પાર્લર,શ્રી રાજેન્દ્ર સ્વીટ્સ,શ્રી ગાયત્રી ડેરી ફાર્મ,શુભમ ડેરી ફાર્મ,ઉમિયાજી જનરલ સ્ટોર,તિરુપતિ અમુલ પાર્લર ,ગોવર્ધન ડેરી ફાર્મ ,શ્રી નાથજી ડેરી ફાર્મ,રિગલ આઇસક્રીમ ડેરી ફાર્મ,જાનકી ડેરી ફાર્મ,રામેશ્વર ડેરી ફાર્મ,જય બાલાજી ડેરી ફાર્મ,ભવાની પ્રોવિઝન સ્ટોર ,જય દ્વારકાધીશ ડેરી ફાર્મ,અજેન્દ્ર ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યું હતું.