કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પર આવેલા લાતી પ્લોટમાં નારાયણદાસ ગોરધનદાસ મોટવાણીના સુરેશ ક્ધફેશનરી વર્ક્સમાંથી લેવામાં આવેલો એવર સ્ટાર મેજ સ્ટાર્ચ પાવડરનો નમૂનો પરિક્ષણમાં નિયમ મુજબ લેબલ પર એફએસએસએઆઇનો લોગો, ફૂડ લાઇસન્સ નંબર અને વેજ હોવાનું ડિક્લેરેશન કરવામાં આવ્યું ન હોય અને ઉત્પાદનનું સરનામું પણ અધુરૂં દર્શાવવામાં આવ્યું હોવાના કારણે નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
ફૂડ શાખા દ્વારા શહેરના ભગવતીપરા મેઇન રોડ પર ખાણીપીણીની 16 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી મસાલા, બેકરી પ્રોડક્ટ અને પ્રિપેડ ફૂડ સહિત કુલ 10 નમૂનાનું સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ લાઇસન્સ ન હોવાના કારણે આઠ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.