કોર્પોરેશનનાં ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખના બંગલાવાળો રોડ તથા કાલાવડ રોડ પર એ. જી. ચોક હોકર્સ ઝોનમાં પર ખાણી પીણીના 34 વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચકાસણી દરમિયાન 13 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. દૂધ, ઘી, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલના 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
સાઈનાથ ટી સ્ટોલ,ક્રિશ્ના પાન, મીરા જનરલ સ્ટોર,અંશ મેડિકલ સ્ટોર, શિવ પાર્લર,શ્રી જનરલ સ્ટોર,પ્રમુખ મેડિકલ સ્ટોર, બાલાજી દાળપકવાન, દિલખુશ પાણીપુરી,વેજ મોમોસ,દુર્ગા ચાઇનીઝ,મહાદેવ લાઈવ તડકા અને માહિર ચાઇનીઝ એન્ડ પંજાબી -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.જ્યારે
અમ્રુત ડેરી ફાર્મ ,શિવ મેડિકલ સ્ટોર,ડીલિસિયસ ફૂડ, બાલાજી ફરસાણ માર્ટ,રાધિકા ડેરી ફાર્મ,હિન્દ બેકરી,જલારામ કોલ્ડ્રિંક્સ બજરંગ ફાસ્ટ ફૂડ,યશ ફાસ્ટ ફૂડ,પટેલ ચાઇનીઝ- પંજાબી પિઠડ ચાઇનીઝ-પંજાબી,દેવ મદ્રાસ કાફે ,બાલાજી કચ્છી દાબેલી ,બાલાજી ફાસ્ટ ફૂડ ,ક્રિશ્ના ચાઇનીઝ- પંજાબી ચાઇનીઝ એક્સ્પ્રેસ,કિશનભાઈ બટેટાવાળા, જીલાની વડાપાઉ ,ડ્રેગન ચાઈનીઝ-પંજાબી,જય ભવાની દાળપકવાન અને ખોડિયાર વડાપાઉમાં સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.