‘એ.સી.ની ટાઢક વેપારીને મોંઘી પડી’
સુરતના ગઠિયાએ ચેન્નઈથી સસ્તા એ.સી અપાવી આપવાનું કહી પૈસા એડવાન્સ લઈ ગાયબ થઈ જતાં નોંધાતો ગુનો
અનેક વાર લોકો સસ્તી વસ્તુ મેળવવાની લાલચમાં આવી જઈ પોતાના પૈસા ગુમાવી દેતા હોય છે ત્યારે રાજકોટના એક ઇલેક્ટ્રીકના વેપારીને સુરતના ગઢીયાએ ચેન્નઈ થી સસ્તા ભાવે એસી અપાવવાનું કહી એડવાન્સ પૈસા મેળવી લઈ પોતે ગુમ થઈ જતા વેપારીએ પોતાની સાથે રૂપિયા 10.79 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે સુરતના શખ્સ સામે ગુનો નોધાવી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ રાજકોટમાં ઢેબર રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ સામે રહેતાં અને કોઠારીયા વિસ્તારમાં પીરવાડી નજીક ઇલેક્ટ્રોનિક નામે દુકાન ધરાવતા રાજનભાઈ વિજયભાઈ ખીરયા નામના વેપારીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સુરતના નિમેશ રમણીકભાઇ કોરટ નામના શખ્સ સામે રૂપિયા 10.79 લાખની ઠગાઇ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓ તેના દુકાનમાં વેચાણ માટે સેક્ધડ હેન્ડ માલ મુંબઈ થી ખરીદી કરે છે ત્યારે તેમની સાથે આરોપી નિમેશ વોરાટ પણ ખરીદી કરવા માટે આવતો હોવાથી તેમની સાથે તેનો પરિચય થયો હતો
ત્યારે આજથી ત્રણ મહિના પહેલા નિમિષએ પોતે ચેન્નાઇ થી સસ્તા એસી મળતા હોવાથી ત્યાંથી મંગાવે છે જેથી જો રાજનભાઈ ને મંગાવા હોય તો તેને વાત કરી હતી ત્યારે રાજનભાઈએ એક ટનના 10 અને 1.5 ટનના 15 તેમ મળી 25 નંગ એસી નો પ્રથમવાર ઓર્ડર આપ્યો હતો જેના પેટે રૂ.6,00,000 તેને તાત્કાલિક તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ તેમને થોડા દિવસ બાદ ફરી વાત કરી હતી ત્યારે વેપારીએ ઇન્વર્ટર વગરના 12 નંગ એસી મંગાવ્યા હતા જેના રૂ.4.74 લાખ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
ત્યારબાદ થોડા દિવસ પછી ચેન્નઈ થી એસી આવી ગયા હોવાની વાત તેમને નિમિશને પૂછી હતી ત્યારે તેને કીધું હતું કે બે જ દિવસની અંદર તમારો માલ તમારી પાસે પહોંચી જશે પરંતુ માલ પહોંચાડી આપેલા છે તેને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો જેથી વેપારીએ સુરતમાં નિમિશ વિશે તપાસ કરાવતા તે દુકાન બંધ કરી ક્યાંક ભાગી ગયો હોવાનું જાણવા મળતા તેને આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.