જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સક્ષમ અને સમર્થ વેપારીઓને એક મંચ પુરો પાડવા પ્રયાસ

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) વિવિધ ક્ષેત્રના જૈન વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ તથા વ્યવસાયિકોનું બનેવું એક વિશ્ર્વવ્યાપી સંગઠન છે. જે તેમની મૂલ્યનિષ્ઠ વ્યાપાર પ્રવૃત્તિઓની ઉજ્જવળ ઝાંખી કરાવે છે. જીતોની રચના વિશ્ર્વસ્તરે મૈત્રીનું વાતાવરણ રચીને સૌની આર્થિક-સામાજીક સક્ષમતાનો, મૂલ્યો આધારીત શિક્ષણ, સમાજ કલ્યાણ, સહિષ્ણુતા તથા આધ્યાત્મિક ઉન્તમાં હેતુથી કરવામાં આવી છે. જીતો ભારતભરમાં ૩૨ ચેપ્ટર્સ ધરાવે છે.

જીતોનો એક મહત્વનો માહિતીસભર કાર્યક્રમ આવતીકાલે તા.૨૩ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે હોટલ ઈમ્પીરીયલ પેલેસ,લીઝન્ડ-૧ બેન્કવેટ હોલ, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે ફકત આમંત્રીતો માટે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી હર્ષદભાઈ વોરા (એડીશ્નલ કલેકટર-રાજકોટ), મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), જયેશભાઈ શાહ (ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ-સોનમ કવાર્ટઝ, મોરબી), જીતુભાઈ કોઠારી શહેર ભાજપ) હાજર રહેશે.

આ તકે જીતો એપેક્ષના અશોકભાઈ શાહ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદ ચેપ્ટરના પ્રકાશભાઈ સંઘવી, કુશલરાજ ભણસાલી, હસમુખભાઈ ગઢેચા, જીગીશભાઈ દોશી, હેમંતભાઈશાહ, ભદ્રેશભાઈ શાહ તથા હિમાંશુભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે.

વિશ્ર્વસ્તરે ઉદ્યોગ-વેપારની નવી તકોની ઓળખ માટે તથા સર્વાંગી આર્થિક ક્ષમતાવર્ધન માટે, અસરકારક અને સામુહિક પ્રયાસો કરવા માટે એક નેટવર્કિંગ પ્લેટફોર્મ રચવું, આ સક્ષમતાનો સૌના લાભ માટે તથા વિશ્ર્વના કલ્યાણ માટે ઉપયોગ કરવો, જૈનો દ્વારા વ્યવસ્થાપિક જ્ઞાન સંસ્થાઓ સ્થાપવી અને મૂલ્યો આધારિત શિક્ષણ પૂરું પાડવું. સેવા, જ્ઞાન અને આર્થિક સદ્ધરતા જેવા ઉમતા હેતુઓ માટે સમગ્ર વિશ્ર્વના સક્ષમ અને સમર્થ જૈન વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બુદ્ધિજીવીઓને એક કરવા માટે મંચ પુરો પાડવો. પરસ્પરને સાનુકુળ સહકાર દ્વારા બિઝનેશમાં અનેકગણા વિકાસને પ્રોત્સાહન આપવું. સાહસિક યુવા વર્ગને વિવિધ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસો સ્થાપવાની અને તેમાં સફળ થવાની તકો પુરી પાડવી.સમાજ સેવા-જીતો સર્વોદય ફાઉન્ડેશન દ્વારા જૈન સમુદાયના સર્વાંગી વિકાસના હેતુથી જીતો અમદાવાદ ચેપ્ટર દ્વારા જીતો સર્વોદય ફાઉન્ડેશનની સ્થાપના કરી, આ ફાઉન્ડેશન શિક્ષણ, બિઝનેશ અને સ્વાસ્થ્ય માટે આર્થિક સહાય આપે છે. શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમો તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરક કાર્યક્રમો પણ સમયાંતરે યોજતું રહે છે.

જીતોના સભ્યપદનાં લાભ જેવા કે બિઝનેશનો સર્વાંગ વિકાસ, વિવિધ ઉદ્યોગનાં અગ્રણી અને સાંસ્કૃતિક મહાનુભાવો સાથે નેટવર્કિંગ, જૈન સમુદાય અને સમગ્ર વિશ્ર્વનાં વિકાસમાં ભાગીદાર બની યોગદાન આપવાની સુવર્ણ તક, વ્યાપાર-ઉદ્યોગ, શિક્ષણ અને આર્થિક ખર્ચાઓ માટે આર્થિક સહાય મેળવી શકાય છે.

જીતોની મહત્વપૂર્ણ લાંબાગાળાની પ્રવૃતિઓમાં જીતો એડમિનિસ્ટ્રેટીવ ટ્રેનીંગ ફાઉન્ડેશન, શ્રમણ આરોગ્યમ્, જીતો એજયુકેશનલ લોન પ્રોગ્રામ, જીતો એમ્પ્લોયમેન્ટ લોન પ્રોગ્રામ, જૈન ઈન્ટરનેશનલ વુમન ઓર્ગેનાઈઝેશન,જૈન ઈન્ટરનેશનલ યુથ ઓર્ગેનાઈઝેશન,જીતો મેટ્રીમોનિયલ પ્રોગ્રામ હાલમાં કાર્યરત છે.જીતો અમદાવાદ ચેપ્ટરની સ્ટેરીંગ કમીટીમાં ગૌતમભાઈ અદાણી, ગૌતમભાઈ જૈન, ગણપતરાજ ચૌધરી, રાજેન્દ્રભાઈ શાહ, સંવેગભાઈ લાલભાઈ, શ્રેયાંસભાઈ શાહ, સુધીરભાઈ મહેતા, ઉત્કર્ષભાઈ શાહ કાર્યરત છે.

આ કાર્યક્રમ અંગેની માહિતી માટે રાજકોટના કો-ઓર્ડિનેટર નિલેશભાઈ કામદાર, ત‚ણભાઈ કોઠારી મો.૯૩૭૪૧ ૦૧૩૨૨, સેજલભાઈ કોઠારી ૯૮૨૪૫ ૮૧૫૧૮, અમીષભાઈ દેસાઈ ૯૮૨૫૬ ૨૮૧૮૦, વીરભાઈ ખારા ૯૯૭૯૪ ૦૦૦૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.