રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે નિકાસકારોના અટવાયેલ જીએસટી રીફંડ અને રીફંડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપતા યોજાયેલ સેમીનારમાં મુંબઈના નિષ્ણાંત વકતા મિંહીરભાઈ શાહે એકસપોર્ટ રીફંડ પ્રક્રિયા અંગે રસપ્રદ માહિતી સાથે નિકાસકારોને માર્ગદર્શન આપ્યું હતુ.
સેમીનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ નિકાસકારો ઘણી મોટી રકમના જીએસટી રીફંડ મેળવી શકેલ નથી જે અંગે મુદ્રા પોર્ટના કસ્ટમ્સ વિભાગની રૂબરૂ મુલાકાત લઈ ચેમ્બર તરફથી કરેલ રજુઆતના પરિણામ ઘણા નિકાસકારોના રીફંડ રીલીઝ થયેલ છે. અને ચેમ્બરના આ પ્રશ્ર્નના સંપૂર્ણ નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું.
ચેમ્બર પ્રમુખ શિવલાલ બારસીયાએ જીએસટી આવ્યા પછી વિડંબણાઓ સર્જાયેલ છે. અને તેના ઘણા નિરાકરણ પણ થઈ ગયા છે. આમ છતા નિકાસકારોના રીફંડના ઘણા પ્રશ્ર્નો છે. જે અંગે પાર્થભાઈ ખુબ પ્રયાસ કરી રહ્યા છે.જીએસટીના પ્રશ્ર્ને રાજકોટ ચેમ્બર ખૂબ જાગૃત છે. અને ૧૨૫ જેટલા પત્રો કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જીએટી વિભાગને લખેલ છે.
સેમીનારમાં ઉપસ્થિત ડે. ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સુવિધ શાહે નિકાસકારોના રીફંડના પ્રશ્ર્ને રાજકોટ ચેમ્બરની કાર્યવાહીને બીરદાવી નિકાસ વેપારમાં વૃધ્ધિ થઈ છે. તેના કારણે જીએસટીમાં ૫% વોલ્યુમ વધ્યું છે. તેનો ખ્યાલ આપી પ્રેકટીકલ પ્રોબ્લેમ્સને કારણે પ્રશ્ર્નો ઉદભવ્યા છે તેના ઉકેલ માટે અમો પ્રયાસ કરીએ છીએ તેમ પણ ખ્યાલ રાખજો તેમ નિકાસકારોને જણાવ્યું છે.
મુખ્ય વકતા મિહીરભાઈ શાહે જણાવ્યુંં હતુ કે, આજની હાજરી જ રીફંડ પ્રોબ્લેમ મોટો હોય તેમ લાગે છે.રીફંડ પ્રોબ્લેમ મોટો થયો છે. તેના મુખ્ય ભૂલ એકસપોટર્સની પણ છે. થોડી ખામી સીસ્ટમ્સમાં પણ છે. પરંતુ ચેમ્બર વગેરેના પ્રયાસોથી ૯૫% પોબ્લેમનો નિકાસ થઈ ગયેલ છે. તેમ જણાવી જીએસટીમાં મંથલી રીટર્ન પ્રથા સારી છે. આઈટી જેમ હોત તો શું થાત તેવો પ્રશ્ર્ન કરી એકસપોર્ટ શું છે? માલ ઈન્ડીયા બહાર જાય તો એકસપોર્ટ ગણાય, માલ પોર્ટમાં હશે તો તે નહી, જીએસટીમાં એવી જોગવાઈ છે. કે જયારે તમારૂ ઈજીએમ ફાઈલ થયું હશે તો જ એકસપોર્ટ ગણાશે તેની જાણકારી આપેલ.
ઉપરાંત પાંચ કલાક ચાલેલ સેમીનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નિકાસકારો તરફથી પુછાયેલ પ્રશ્ર્નોના મીહીરભાઈ એ વિગત સાથે પ્રત્યુતર અને જ‚રી માર્ગદર્શન આપેલ. સેમીનારનું સંચાલન ફીઓનાં જયપ્રકાશ ગોયેલએ કરેલ તેમ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.