નવનિયુકત પ્રમુખ સમીરભાઈ શાહ ઉપર પૂર્વ સેક્રેટરી ઉપેન મોદીના આકરા પ્રહારો એકમાસમાં કયાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી વેપારીઓને ફાયદો કરાવાના છો? વેધક સવાલ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના માનદમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ઉપેનભાઈ મોદીએ નવનિયુકત સભ્ય સમીર શાહ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ખૂરશીમારી પરમેશ્ર્વર, હું ખૂરશીનો દાસ જેવું માનતા અને રાજકોટ ચેમ્બરનાં ૬૦ વર્ષનાં સુવર્ણ ઈતિહાસ ઉપર દાગ લગાડતી ઘટનામાં હવે વેપારી અને ઉદ્યોગપતિઓએ જાગી જવાનો સમય પાકી ગયો છે. તેવો ટોણો માર્યો હતો.
ઉપેનભાઈ મોદીએ પોતાના લેટર બોમ્બમાં વધુમાં જણાવ્યું છે કે છેલ્લા થોડા દિવસથી રાજકોટનું મહાજન ચર્ચાના ચકડોળે ચડયું છે. કારણ માત્ર એટલું કે, ખુરશી અને હોદો કોઈને છોડવો ગમતો નથી જયારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગામી ચૂંટણીને જાહેર કરવામાં ફકત એક માસ બાકી છે. ત્યારે ચેમ્બર કામ કરતુ નથી અને સુસ્પત થઈ ગયું છે. તેવા બહાનાં ધરીને એનકેન પ્રકારે હોદા ઉપર બેસવું તેની પાછળનો મકસદ શું છે. તમે હોદો લઈને એક માસનાં ટુંકા ગાળામા એવા તે કયા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી વેપારીઓને ફાયદો કરાવવાનો છો. શું ફકત ને ફકત તમા‚ આધિપત્ય ચેમ્બરમા આગામી બે ટર્મ સુધી અકબંધ રહે અને તેના થકી તમારે શું લાભ લેવો છે. તે રાજકોટના વેપાર ઉદ્યોગના હોશિયાર અને શિક્ષીત મિત્રો જાણે છે. રાજકોટના વેપાર ઉદ્યોગના મિત્રો મહાજનના અમ્માપિયા છે. (મા-બાપ) છે. મહાજન બોલેલુ ફેરવે તેનાથી દુ:ખદ ઘટના બીજી કઈ હોય શકે. રાજકોટ ચેમ્બરમાં છેલ્લા થોડા દિવસથી કાવાદાવા ચાલી રહ્યા છે. અને વેપાર ઉદ્યોગનાં મિત્રોનાં વિશ્ર્વાસ અને લાગણી અને આશાઓ ઉપર સરેઆમ પાણી ફેરવી રહ્યા છે. ત્યારે આ તમામ ૨૭ કારોબારી સભ્યો પોતાના અંતર આત્માને જગાડી અને સ્વૈચ્છાએ કોઈના દબાણ વગર કારોબારી સભ્ય તરીકે રાજીનામું આપી દેવું જોઈએ અને બોર્ડને બરખાસ્ત કરી વેપાર ઉદ્યોગના મિત્રોને આહવાન આપી કહેવું જોઈએ કે રાજકોટનાં એક લાખથી વધુ વેપારીઓ ચેમ્બરમાં હાલામાં ફી ભરેલા ૨૦૦૦૦ સભ્યમાંથી કાબેલ, વિચક્ષણ, પ્રતિષ્ઠીત એવા કારોબારી સભ્યોને ફરીથી ચૂંટવાનો મોકો આપવો જોઈએ જે તમારા પ્રશ્ર્નો, તમારી મુશ્કેલીઓ, રાજયસ્તરો અને કેનદ્ર લેવલે નિડરતા પૂર્વક શેહ શરમ રાખ્યાવગર રજૂ કરી વેપાર ઉદ્યોગનો વિકાસ કરે, શહેરનો વિકાસ કરે, અને રાજયનો વિકાસ કરે તેવા બાહોશ સભ્યોને મહાજનની ગરીમાં પરત અપાવવા ચૂંટી કાઢવાનો હકક આપવો જોઈએ. અમો માનીએ છીએ કે, ચેમ્બર એ પાંચ સાત લોકોની જાગીર નથી કે, ચેમ્બરનાં નિયમોનું અને બંધારણનો શરેઆમ ભંગ કરી કાર્યવાહી થાય તે યોગ્ય નથી. મહાજનનો પ્રમુખ જયાં ઉભો હોય ત્યાંથી લાઈન શ‚ થાય આ એક ફિલ્મી ડાયલોગ નથી. પણ વેપાર ઉદ્યોગના મિત્રોની લાગણી છે. અમારી ફરજ ઘણી છે. અમે નાશી પાસ નથી થયા પણ જેટલી અમારી શકિત અને નૈતિકતાના ધોરણે પ્રમાણીકતાથી કામ કરતા રહીશું મિત્રો અમો જાણીએ છીએ કે, તમો અખબારોમાં રોજેરોજ મહાજન વિશે જે કાંઈ આવે છે તેનાથી ખૂબજ વ્યથિત હશો આથી અમો અપીલ કરીએ છીએ કે, સમાજના મોભી ઉદ્યોગપતિઓ અને રાજકોટ ચેમ્બરના ભવ્ય ભૂતકાળમાં ભવ્ય કામગીરી કરનાર તમામ પૂર્વ પ્રમુખ પૂર્વ હોદેદારો તેમજ સમાજ માટે કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા મિત્રોએ હવે આગળ આવવું જોઈએ. અમને કોઈ વ્યકિત પ્રત્યે કોઈ પણ જાતની ધૃણા નથી. પણ જયારે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ તેમની ફરજ ચૂકી જાય તે કેટલે અંશે વ્યાજબી છે. તેમ અંતમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં કારોબારી સભ્ય ઉપેનભાઈ મોદી તથા સુનિલભાઈ વોરાએ જણાવ્યું હતુ.