પોલીસ સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાશે માર્ગદર્શન
શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલ સાઈબર ક્રાઈમના બનાવોને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રાજકોટ શહેર પોલીસ-સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટનાં સંયુકત ઉપક્રમે લોકોમાં વધુને વધુ જાગૃતા લાવવા તથા સાઈબર ક્રાઈમ અંતર્ગત ઓનલાઈન છેતરપીંડીથી કઈ રીતે બચવું તેમજ છેતરપીંડી થયે તાત્કાલીક કેવા પગલા લઈ શકાય તેનું માર્ગદર્શન આપવા અંગે તા.12-10, બુધવારના રોજ સાંજે 6:30 થી 8:00 સુધી, સ્થળ : રાજકોટ ચેમ્બર કોન્ફરન્સ હોલ, સેન્ટ2 પોઈન્ટ, કરણસિંહજી મેઈન રોડ, રાજકોટ ખાતે એક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ અવરનેસ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યા હોય 2જીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે માટે રાજકોટ ચેમ્બરના ફોન નં.0281-2227400/2227500, મો.7383127400 અથવા ઈ-મેઈલ : ફિષસજ્ઞભિંવફળબયિ ઽુફવજ્ઞજ્ઞ.ભજ્ઞ.શક્ષ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આથી રસ ધરાવનારને આ અવરનેસ કાર્યક્રમનો ખાસ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.