દિલ્હી રાજય સરકારના લેવાયેલ નિર્ણયને અનુસરી પ્રજાજનોને રાહત આપવા વિનંતી કરાઈ

કોવિદ-૧૯ની મહામારી અને આનુસંગીક લાગુ કરાયેલ લોકડાઉનના કારણે વેપાર ઉદ્યોગકારો તથા પ્રજાજનો આર્થિક સંક્રણામણ અનુભવી રહ્યા છે. આવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરી તેમાંથી ઉજાગર થવા લોકો ઝઝુમી રહ્યા છે. ત્યારે દેશમાં હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો આકરો ડામ મળ્યો છે. જે ખુબજ અન્યાયકર્તા છે.

આંતરરાષ્ટ્રિય સ્તરે બજારમાં ક્રુડનોભાવ ઘટયો હોવા છતાં પેટ્રોલ ડિઝલમાં દિન પ્રતિદિન ભાવ વધી ર્હેલ છે. તથા ડિઝલમાં ભાવ વધારાના કારણે હાલ ઔદ્યોગીક એકમોને કાચામાલના ઉત્પાદનમાં ભાવ વધારો તથા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બની ગયેલ છે. જેથી ઔદ્યોગીક એકમો માટે નુકશાનકર્તા સાબિત થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિઝલ ઉપર ૩૦% વેટ લાગુ કરાયેલ હતો. તેમાં દિલ્હીની રાજય સરકારે તાજેતરમાં તેમાં ૧૩.૨૫ જેટલો વેટમાં ઘટાડો કરીને સરાહનીય પગલું ભરેલ છે. અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા.૮.૨૬ જેટલો નોંધપાત્ર ઘટાડો થયેલ છે.

ગુજરાત રાજયમાં પણ પેટ્રોલ ડિઝલ પરનાં વેટ ખૂબજ વધુ છે. જેથી દિલ્હી રાજય સરકારનાં લેવાયેલ નિર્ણયને અનુસરી ગુજરાત રાજયમાં પણ પેટ્રોલ ડિઝલનાં વેટમાં ઘટાડો કરવામાં આવે તો પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે અને વૈશ્ર્વિકમંદી તથા લોકડાઉનનો સામનો કરી રહેલ ઔદ્યોગીક એકમો તથા આમ પ્રજાજનોને ખૂબજ રાહત મળશે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.