રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ ર્પાભાઈ ગણાત્રા, કમિટી મેમ્બર ભાસ્કરભાઈ જોશીએ મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નર સંજયકુમાર અગ્રવાલને મળી જીએસટીના અમલીકરણી આજ દીન સુધી પડતી મુશ્કેલી તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્ર્નો અંગે યોગ્ય રજૂઆત કરી હતી.

જેમાં ખાસ કરી એક્ષપોર્ટરને ‘એસબી૦૦૦’ ‘એસબીવી૦૦’ ‘એસબી૦૦૩’ ‘એસબી૦૦૪’ ઈઆરઓઓઆરના કારણે આઈજીએસટી રીફંડ પેન્ડિંગ છે તેમજ જે મર્ચન્ટ એક્ષપોર્ટરો માલની ખરીદી ૦.૧% માં કરેલ હોય તેમને શિપીંગ બીલની ઝેરોક્ષ સીજીએસટી અને એસજીએસટી ડિપાર્ટમેન્ટોમાં આપવાની થતી હોય તે શિપીંગ બીલની પ્રિન્ટ ખૂબજ ઓછી હોય ડિપાર્ટમેન્ટ ચલાવતા ન હોવાી તેને વધારે કાર્ડ કરી પ્રિન્ટ આપવા અંગે તેમજ વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી હતી.

જેમાં મુદ્ર કસ્ટમ્સ કમિશનરએ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ તા એક્ષપોર્ટરોને મુશ્કેલી ભોગવવી ન પડે તે અંગે તુરંત યોગ્ય કરવા જણાવ્યું હતું. તેમ રાજકોટ ચેમ્બર પ્રમુખ શિવલાલભાઈ બારસીયા તા મંત્રી વી.પી.વૈષ્ણવની યાદીમાં જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.