લોકડાઉન દરમિયાન દરેકને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે પ્રયાસ કરાય
સમગ્ર વિશ્વની સાથે સાથ ભારત દેશ કોરોના વાઇરસની મહામારી સાથે લડત આપી રહ્યું છે. તેમજ ગુજરાત રાજ્યમાં પણ કરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. આ કોરોનાની મહામારીને પહોંચીવળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. અને તેનો અમલ પણ થઇ રહ્યો છે. આ લોકડાઉન દરમ્યાન દરેકને જીવન જરૂરી ચિજ વસ્તુઓ મળી રહે તેવી સરકાર તરફથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જે બદલ વેપાર- ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવે છે અને કોરોના વાઇરસની મહામારી સામેની લડતમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂા.૧૦ લાખનું ડોનેશન આપી નૈતિક ફરજ બજાવી સહયોગ આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.