- રાજકોટમાં સેન્ટ્રલ GSTના દરોડા
- પ્રાઈડ ગ્રુપની સાથે આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ GSTની ટીમ ત્રાટકી
- મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવવાની શકયતા, ડિજિટલ ડેટા કરાયા હસ્તગત
- સેન્ટ્રલ GST એન્ડ કસ્ટમ્સના એડીશનલ જોઈન્ટ કમિશ્નર તપાસમાં જોડાયા
Rajkot : બિલ્ડરોના પ્રોજેકટ, ઓફિસ સહિતના સ્થળે સર્ચ કરવામાં આવતા મોટી GST ચોરી બહાર આવે તેવી શકયતા દેખાઈ રહી છે. તેમજ મહત્વની બાબત એ પણ છે કે, આ દરોડામાં સેન્ટ્રલ CGST એન્ડ કસ્ટમ્સ(Customs)ના એડિશનલ જોઇન્ટ કમિશનર પણ તપાસમાં જોડાયા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી CGST વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ GST દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં પ્રાઇડ ગ્રૂપ અને વન વર્લ્ડ ગ્રૂપમાં સેન્ટ્રલ GST વિભાગે દરોડા પડ્યા છે. તેમજ પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે GST ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વન વર્લ્ડ ગ્રૂપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા
સેન્ટ્રલ CSTની ટીમ દ્વારા રાજકોટના પ્રાઈડ ગ્રૂપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંલગમ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાવવાની શક્યતા છે. તેમજ ડિજિટલ ડેટા હસ્તગત કરાયા હતા. મળતી માહિતી મુજબ ઉલ્લેખનીય છે કે,જે તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત સેન્ટ્રલ GST એન્ડ કસ્ટમ્સના એડીશનલ જોઈન્ટ કમિશ્નર તપાસમાં જોડાયા હતા.