58 વર્ષથી ન્યૂઝપેપર જાહેરાત અને રેડિયોને લગતા દરેક કામ માટે પેઢી કાર્યરત
રાજકોટમાં જૂની અને જાણીતી એડવરટાઈઝિંગ એજન્સીનું સેલ સર્વિસ સિંડીકેટ પેઢી કે જે ઢેબર ચોક ખાતે કાર્યરત હતી તેની ગઈ કાલે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. 501/ ધ ઇમ્પીરિયા શાસ્ત્રી મેદાનની સામે લીમડા ચોક ખાતે ઓફિસની શરુઆત કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં વિવિઘ એડવરટાઈઝિંગ એજન્સી જેવી કે દૃષ્ટિના ગીરીશભઈ, એડેક્સના જયેશભાઈ સોના, એડપોઇન્ટના રોહિતભાઈ, રીઝલ્ટના મેહુલભાઈ , મનીષ એડના નિલેશભાઈ પ્રકાશ પબ્લીસિટીના જયંતભાઈ તેમજ ડો અજય મેહતા અને સી. એ રાજીવ દોશી તેમજ વિવિઘ અખબારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોપ્રરાઇટર દીપક શાહના નિધન બાદ તેમના પત્ની મીતા શાહ તેમજ તેમની દીકરીઓ ફરીથી આ એજન્સીની શરૂઆત કરી રહ્યા છે.
પ્રોપ્રરાઇટર દીપક શાહનું સ્વપ્ન તેઓ અને તેમની દીકરી કરી રહ્યા છે પૂર્ણ: મીતા શાહ
સેલ સર્વિસ સિંડીકેટ પેઢીના મીતા શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પેઢી 58 વર્ષ જૂની છે ત્યારે આ પેઢી કે જે ઢેબર ચોકમાં આવેલી હતી તેને શાસ્ત્રી મેદાન “ધ ઇમ્પીરિયા”માં નવી શરૂઆત આપી રહ્યા છીએ. અમારી પેઢીમાં ન્યૂઝપેપર જાહેરાત અને રેડિયોને લગતા દરેક કાર્ય થાય છે. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ તેમજ પેઢીના પ્રોપ્રરાઇટર દીપક શાહનું સ્વપ્ન તેઓ અને તેમના દીકરી ખુશાલી અને સ્તુતિ પૂર્ણ કરી રહ્યા છે. જેથી લોકોનો સાથ સહકાર આ કાર્યમાં મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી.