માનવ જાતના પ્રેમની ઉજવણી કરવા માટે રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને પ્રથમ આ દિવસની ઘોષણા કરી હતી: બિલ ગેટસ વોરેન બફેટ જેવા વિશ્ર્વના ધનીકો આ ક્ષેત્રે માતબર દાન કરે છે

માનવની માનવી પ્રત્યેની ઉદારતા, મદદ અને સધિયારાની ભૂમિકા સમાનતા પરત્વે અગ્રિમ ભૂમિકા ભજવે છે. એક બીજાને મદદ કરવી અને તે કામ કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી 1980ના દશકામાં ડગ્લાસ ફ્રિમેન દ્વારા વિચાર આપવામાં આવ્યો હતો. 1986માં પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા 1પમી નવેમ્બરે આ દિવસ ઉજવવાનું સતાવાર જાહેર કરેલ હતું.

paropkar

માનવ જાતના પ્રેમની ઉજવણી કરવા માટે સત્તાવાર રાષ્ટ્રીય પરોપકાર દિવસની ધોષણા કરતા પ્રથમ વિશ્ર્વ નેતા રોનાલ્ડ રેગન હતા. છેલ્લા દશકામાં વિશ્ર્વના ધનિકો બિલ ગેટસ, વોરેન બફેટ જેવા આવા કાર્યોમાં માતબર દાન આપી રહ્યા છે. વૈશ્ર્વિક સ્તરે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન ઉમદા કાર્ય કરી રહ્યું છે.જરૂરિયાત મંદ લોકો તથા ગંભીર બિમારીથી પીડિત લોકોને નાની મોટી મદદ કરીને આજનો દિવસ ‘પરોપકાર’ દિવસ ઉજવાય છે. આજના યુગમાં દરેક માનવી તેની આસપાસના લોકો, મિત્ર વર્તુળને મદદ કરીન એક સારા કાર્યનો નિજાનંદ લેતો હોય છે.

2016 11image 10 19 481785390paropkar kmsraj51

જરુરીયાતોને એક જ દિવસ મદદ ન કરીને તેને પગભર ન થાય ત્યાં સુધી મદદ કરીને માનવતાનું કાર્ય કરવાનો આજની ઉઝવણીનો હેતુ છે.આપણાં સૌરાષ્ટ્રમાં વિવિધ સામાજીક, શૈક્ષણિક  સંસ્થા વિવિધ સેવાકીય પ્રોજેકટ કરીને લોકોને મદદરુપ થતાં હોય છે જે દાતાના અનુદાનથી બહુ સારી રીતે ચાલતા હોય છે. ભૂખ્યાને ભોજન આપવામાં સૌરાષ્ટ્રના મંદિરો પણ ભુખ્યાની આતરડી ઠારી રહ્યા છે. હોસ્પિટલમાં જરુરીયાત મંદ દર્દીઓને દવા ફ્રુટ જેવી સખાવત પણ એન.જી.ઓ. કરી રહ્યા છે. આજનો દિવસ માનવ માનવ વચ્ચેનો સધિયારો છે, જીવનમાં ખુશી લાવવાનો છે.

  1. આજે આ દિવસો પણ ઉજવાશે
  2. * ઉદ્યોગ સાહસિક દિવસ
  3. * રાષ્ટ્રીય રીસાયકલિંગ દિવસ
  4. * રાષ્ટ્રીય ડ્રમર ડે
  5. * આઇલવ યુ ટુ રાઇટ ડે
  6. * રાષ્ટ્રીય ફૂકી દિવસ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.